ભાજપને ૧૫મી સપ્ટેમ્બર સુધીમાં નવા અધ્યક્ષ મળશે

નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) લાંબા સમયથી તેના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષની રાહ જોઈ રહી છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે ભાજપને ૧૫ સપ્ટેમ્બર સુધીમાં નવા અધ્યક્ષ મળશે, પરંતુ જગદીપ ધનખડના ઉપપ્રમુખ પદ પરથી અચાનક રાજીનામું આપવાને કારણે તેમાં વિલંબ થયો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષના અંતમાં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં ભાજપને તેના રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે.
ભાજપ નવા પ્રમુખના નેતૃત્વમાં બિહાર ચૂંટણી લડશે. અહેવાલમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, પાર્ટીનું ટોચનું નેતૃત્વ સતત ભાજપ પ્રમુખ માટે ચર્ચા કરી રહ્યું છે. વરિષ્ઠ નેતાઓએ પ્રમુખનું નામ શોધવા માટે ઓછામાં ઓછા ૧૦૦ ટોચના નેતાઓનો સંપર્ક કર્યો છે અને તેમની સાથે વાત કરી છે.
વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ, ભૂતપૂર્વ પક્ષના વડાઓ અને વરિષ્ઠ નેતાઓ સહિત અન્ય લોકો સાથે ચર્ચા થઈ છે કે તેમના મતે પાર્ટીનો આગામી પ્રમુખ કોણ હોવો જોઈએ.
ભાજપના પ્રમુખની પસંદગીમાં વિલંબ પાછળનું એક કારણ ૯ સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે. ભાજપને નહોતું લાગતું કે જગદીપ ધનખડ અચાનક રાજીનામું આપશે અને પછી ઉપરાષ્ટ્રપતિ માટે નામ નક્કી કરવું પડશે. દ્ગડ્ઢછ એ તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃષ્ણનનું નામ જાહેર કર્યું છે, જ્યારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સુદર્શન રેડ્ડીએ ઈન્ડિયા એલાયન્સ વતી ઉમેદવારી નોંધાવી છે. જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો, NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત માનવામાં આવે છે.
પાર્ટીના બંધારણ મુજબ, તમામ રાજ્યોમાંથી ઓછામાં ઓછા ૧૯ રાજ્યોમાં ભાજપ પ્રમુખની પસંદગી કરવી જરૂરી છે. ગયા મહિના સુધી, ૨૮ રાજ્યોને નવા ભાજપ પ્રમુખ મળ્યા છે.
જોકે, ઉત્તર પ્રદેશ, ગુજરાત, દિલ્હી સહિત ઘણા મોટા રાજ્યોના પ્રમુખોની પસંદગી હજુ બાકી છે. હાલમાં, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે, જેઓ ૨૦૨૦ ની શરૂઆતથી પદ પર છે. ગયા વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો.SS1MS