ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ NSA જાન બોલ્ટનના ઘર પર FBIના દરોડા

વોશિંગ્ટન, અમેરિકામાં શુક્રવાર સવારે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના ઘટી, જ્યારે કેટલાય એફબીઆઈ એજન્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જાન બોલ્ટનના ડીસી-એરિયાવાળા ઘર પર દરોડા પાડ્યા.
આ દરોડા એક હાઈ પ્રોફાઈલ સિક્્યોરિટી તપાસ અંતર્ગત પડ્યા હતા. ટ્રમ્પ પ્રશાસનના એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, એફબીઆઈ ડાયરેક્ટર કાશ પટેલના આદેશ પર તપાસ માટે ફેડરલ એજન્ટે સવારે ૭ વાગ્યે મેરીલેન્ડના બેથેસ્ડામાં બોલ્ટનના ઘરે રેડ કરવા પહોંચ્યા હતા.
દરોડા શરુ થયા કે તરત બાદ એફબીઆઈ ડાયરેક્ટર કાશ પટેલે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર એક રહસ્યમય પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું હતું કે, કોઈ પણ કાયદાથી ઉપર નથી…એફબીઆઈ એજન્ટ મિશન પર છે. એક સિનિયર અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, આ તપાસ કેટલાય વર્ષ પહેલા શરુ કરી હતી, પણ બાઈડન પ્રશાસને તેને રાજકીય કારણોથી બંધ કરી દીધી હતી. એવું કહેવાય છે કે આ મામલો અમુક ગોપનીય દસ્તાવેજો સાથે જોડાયેલો છે.
બોલ્ટન પર પહેલા પણ પોતાની ૨૦૨૦માં આવેલી બુક ‘ધ રુમ વ્હેયર ઈંટ હેપેંડ’માં ગોપનીય જાણકારી સામેલ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના પહેલા કાર્યકાળના ન્યાય વિભાગે સપ્ટેમ્બર ૨૦૨૦માં આ પુસ્તકની તપાસ શરુ કરી.
ટ્રમ્પના સલાહકાર ત્યારથી પોતાના જૂના બોસ સાથે મતભેદમાં છે અને નિયમિત રીતે મીડિયામાં રાષ્ટ્રપતિની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિની ટીકા કરતા દેખાઈ રહ્યા છે.
આ સમાચાર એ ખુલાસાના બીજા દિવસે આવ્યા છે, જ્યારે પટેલે જણાવ્યું કે, પૂર્વ એફબીઆઈ ડાયરેક્ટર જેમ્સ કોમીએ ૨૦૧૬માં ચૂંટણીની ઠીક પહેલા ગોપનીય દસ્તાવેજને લીક કરવાની પરવાનગી આપી હતી અને કોંગ્રેસને ગુમરાહ કરી હતી. પટેલે વચન આપ્યું છે કે, તે સંઘીય સરકારમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરી દેશે અને છૂપાવેલા સત્યને જગજાહેર કરશે.SS1MS