ખેડા જિલ્લાના મહુધા ખાતે બાવીસ ગામ લેઉવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ૨૮ મો સમૂહલગ્નોત્સવ યોજાયો

મહુધા:ડાકોર રોડ ઉપર આવેલ સમાજની વાડી મહુધા મુકામે શ્રી બાવીસ ગામ લેઉવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ, મહુધા દ્વારા ૨૮ મો ભવ્ય સમુહલગ્નોત્સવ યોજાયો હતો…જેમાં સમુહલગ્નોત્સવની વ્યવસ્થા માટે અલગ- અલગ ગામો વાઇસ કમિટી ની રચના કરવામાં આવી હતી.
જેમાં બલોલ ગામનાં યુવાનો ને પાર્કિંગની વ્યવસ્થા ની જવાબદારી સોંપવામાં આવી હતી.. જેમાં બલોલ ગામનાં અગ્રણી,બાવીસ ગામ પાટીદાર સમાજનાં દાતા-આગેવાન અને એ.પી.એમ.સી.મહુધા નાં ચેરમેનશ્રી નિલેશભાઈ પટેલ નાં દીકરા નાં સમુહલગ્નોત્સવ માં લગ્ન હોવા છતાં પણ તેમણે યુવાનો સાથે રહી સોંપવામાં આવેલ જવાબદારી પુરી નિષ્ઠા થી સુપરે સંભાળી હતી જે તસવીર માં નજરે પડે છે.