EPFOના 49 લાખ કર્મચારીને 1500 રૂપિયાથી પણ ઓછું પેન્શન મળે છેઃ રીપોર્ટ

File PHoto
શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે, ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી ૮૧.૫ લાખ પેન્શનધારકો ઈપીએસ-૯૫ હેઠળ રજિસ્ટર્ડ છે.
નવી દિલ્હી, એક સરકારી ડેટામાં પેન્શન મુદ્દે મોટો ખુલાસો થયો છે. સંસદમાં રજૂ થનારા આંકડાઓ અનુસાર, કર્મચારી પેન્શન યોજના ૧૯૯૫ (ઈઁજી) હેઠળ આશરે અડધાથી વધુ નિવૃત્ત કર્મચારીઓને રૂ. ૧૫૦૦ પ્રતિ માસથી પણ ઓછું પેન્શન મળે છે. આ રકમ વર્તમાન જીવનશૈલી મુજબ ઘણી ઓછી છે. જેનાથી મહિનાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ છે.
શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે, ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી ૮૧.૫ લાખ પેન્શનધારકો ઈપીએસ-૯૫ હેઠળ રજિસ્ટર્ડ છે. જેમનું મેનેજમેન્ટ ઈપીએફઓ કરે છે. જેમાંથી ૫૦ ટકાથી વધુ અર્થાત ૪૯.૧૫ લાખ પેન્શનધારકોને માસિક રૂ. ૧૫૦૦થી પણ ઓછું પેન્શન મળે છે. જ્યારે ૭૮.૭ લાખ પેન્શનધારકોને (૯૬ ટકા)ને માસિક રૂ. ૪૦૦૦૦ અને ૮૦.૯ લાખ પેન્શનર્સ (૯૯ ટકા)નું માસિક પેન્શન રૂ. ૬૦૦૦થી ઓછું છે.
જ્યારે ૫૩૫૪૧ પેન્શનર્સ (૦.૬૫ ટકા) પેન્શનર્સને જ માસિક રૂ. ૬૦૦૦થી વધુ પેન્શન મળે છે. ઈપીએસ-૯૫ હેઠળ લઘુત્તમ પેન્શન રૂ. ૧૦૦૦ પ્રતિ માસ છે. જે મળખાગત જરૂરિયાતો પૂરી કરવા માટે પર્યાપ્ત નથી. નાણાકીય સલાહકારોનું માનવુ છે કે, જો તમે મેટ્રો શહેરમાં રહે છે, તો તેમના માટે આ પેન્શન પર એક દિવસનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થશે.
વેપાર સંગઠનોએ વારંવાર તર્ક આપ્યો છે કે, આટલું ઓછું પેન્શન નિવૃત્ત કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પણ પ્રદાન કરવા સક્ષમ નથી. જ્યારે આવશ્યક ચીજ-વસ્તુઓની કિંમત સતત વધી રહી છે. વેપાર સંગઠની માગ છે કે, લઘુત્તમ માસિક પેન્શન વધારી રૂ. ૯૦૦૦ કરવામાં આવે તેમજ શ્રમ મંત્રાલય સમક્ષ ૧૭ માગ રજૂ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, આ માત્ર કર્મચારીઓના કલ્યાણ માટે જ નહીં, પણ સામાજિક સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ છે.
શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદવાલેએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ઈપીએસ-૯૫ હેઠળ કુલ પેન્શન ફાળવણી ૨૦૨૩-૨૪માં વધી રૂ. ૨૩૦૨૮ કરોડ થઈ છે. જે ૨૦૨૨-૨૩માં રૂ. ૨૨૧૧૩ કરોડ હતી. આ સમયે ઈપીએફઓની આવકમાં વૃદ્ધિ થઈ છે. ઈપીએફઓની વ્યાજ મારફત આવક ગતવર્ષે રૂ. ૫૨૧૭૧ કરોડથી વધી રૂ. ૫૮૬૬૯ કરોડ થઈ છે. વ્યાજ સહિત અન્ય આવક રૂ. ૫૬૪ કરોડથી વધી રૂ. ૮૬૪ કરોડ થઈ છે. માર્ચ, ૨૦૨૫ સુધી નિÂષ્ક્રય ખાતામાં રૂ. ૧૦૮૯૮ કરોડની રકમ જમા થઈ છે.