નાયગ્રા ધોધથી ન્યૂયોર્ક જઈ રહેલી બસ અકસ્માતમાં ભારતીય સહિત પાંચના મોત

આ ઘટનાને લઈ ન્યૂયોર્કના ગવર્નરે દુઃખ વ્યક્ત કર્યું
ન્યૂયોર્ક, કેનેડાના નાયગ્રા ધોધથી પરત ન્યૂયોર્ક ફરી રહેલી ટૂર બસનો અકસ્માત થતાં એક ભારતીય સહિત પાંચ લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક પરત જઈ રહેલી ૫૪ મુસાફરોથી ભરેલી ટૂર બસને બફેલો નજીક પેમ્બ્રોકમાં ઈન્ટરસ્ટેટ ૯૦ હાઈવે પર અકસ્માત નડ્યો હતો.
શુક્રવારે સર્જાયેલા આ અકસ્માતમાં પાંચ જણના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે અન્ય તમામ મુસાફરને નાની-મોટી ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. At least 5 people killed after tour bus traveling back from Niagara Falls crashes: Police
મૃતકોમાં બિહારમાંથી ૬૫ વર્ષીય શંકર કુમાર જ્હાં, ન્યૂ જર્સીમાંથી ઈસ્ટ બ્રુન્સવિક (ઉ.વ.૬૦), ઝાંગ ઝ ચીનના ઝી હોંગઝુઓ (ઉ.વ.૨૨), ન્યૂ જર્સીના જર્સી સિટીના રહેવાસી ઝાંગ ઝિયાઓલાન (ઉ.વ. ૫૫) અને જિયાન મિંગલી (ઉ.વ. ૫૬) તરીકે થઈ છે. આ ટૂર બસમાં મોટાભાગના મુસાફરો ભારતીય, ચીન અને ફિલિપિનોના હોવાનું ન્યૂયોર્ક પોલીસ કર્મી જેમ્સ ઓ’કેલાઘને જણાવ્યું હતું.
ન્યૂ યોર્ક સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે બપોરે ૧૨.૨૨ વાગ્યે (સ્થાનિક સમય) બફેલો નજીક પેમ્બ્રોકમાં ઇન્ટરસ્ટેટ ૯૦ પર આ જીવલેણ અકસ્માત થયો હતો. બસ નાયગ્રા ધોધની મુલાકાત લીધા બાદ ન્યૂયોર્ક પરત ફરી રહી હતી, જેમાં ૫૪ લોકો સવાર હતા, જેમાં બસ કંપનીના બે કર્મચારી પણ હતા.
બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં હાઈવે પરથી ઉતરી ગઈ હતી અને બસ સીધી ખાડામાં પડી હતી. અકસ્માતના કારણે હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. અકસ્માતના લગભગ આઠ કલાક બાદ રાત્રે ૮.૩૦ વાગ્યે ફરી ખોલવામાં આવ્યો હતો. જ્યારે પશ્ચિમ તરફ જતો રસ્તો સાંજે ૫ વાગ્યા પછી ખોલવામાં આવ્યો હતો.
ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે ઠ પર પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું કે, આ દુઃખદ ટૂર બસ અકસ્માત વિશે માહિતી મળી છે. અમારી ઓફિસ આ ઘટનામાં બચાવ અને રાહત કામગીરી કરનારી રાજ્યની પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે નજીકથી દેખરેખ રાખી રહી છે.