ચીન શિપકી-લા માર્ગથી ભારત સાથે વેપાર શરૂ કરવા સંમત

શિમલા, ચીન ભારતની સાથે ફરીથી વેપાર કરવા માટે સંમત થયું છે. આ વેપાર હિમાચલપ્રદેશના કિન્નૌર જિલ્લામાં શિપકી-લાના રસ્તાથી થશે. આ સંદર્ભની વાતચીત ચીનના વિદેશમંત્રી વાંગ યીની ભારત યાત્રા દરમિયાન થઈ હતી.
બન્ને દેશો વચ્ચે અણબનાવ અને કોવિડ-૧૯ના કારણે આ વેપાર ૨૦૨૦માં બંધ થઈ ગયો હતો. આ દરમિયાન હવે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું કે, ભારત સરકારે ચીનની સાથે ત્રણ માર્ગાેથી વ્યાપાર શરુ કરવા પર વાતચીત કરી છે.
આ ત્રણ માર્ગાેમાં – શિપકી-લા(હિમાચલપ્રદેશ), લિપુલેખ (ઉતરાખંડ) અને નાથુલા (સિક્કિમ) સામેલ છે. આ ઘટનાક્રમની વચ્ચે હિમાચલપ્રદેશ સરકાર ચીન સાથે વ્યાપાર શરુ કરવા માટે સતત કોશિશ કરી રહી હતી. રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખૂએ કહ્યું કે, શિપકી-લા(કિન્નૌર)ના માર્ગથી ચીનની સાથે વ્યાપાર ફરીથી શરુ કરવા માટે હિમાચલ સરકાર સતત પ્રયાસ કરી રહી હતી.
વાંગ યીની ભારત યાત્રા દરમિયાન ચીનની સરકારે આ પ્રસ્તાવ પર સૈદ્ધાંતિક રીતે સહમતી આપી છે. કેન્દ્ર સરકારે ચીનની સાથે ઔપચારિક રીતે આ મામલો ઉઠાવ્યો, જેના કારણે વ્યાપાર શરુ કરવા પર સર્વસંમતિ બની છે.
રાજ્ય સરકાર હવે ઔપચારિકતા પૂર્ણ કરવા માટે કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયની સમક્ષ આ મામલાને ઉઠાવ્યો છે. મુખ્યમંત્રીએ આ વાત પર ભાર મૂક્યો કે શિપકી-લા, જે એક સમયે પ્રસિદ્ધ રેશમ માર્ગની શાખા હતો અને ૧૯૯૪ના ભારત-ચીન દ્વિપક્ષીય સમજૂતિ અંતર્ગત એક સરહદ વ્યાપાર પોઈન્ટ તરીકે જાણીતો હતો.
વ્યાપર ઉપરાંત રાજ્ય સરકારે શિપકી-લાના રસ્તાથી કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી શરુ કરવાના સંબંધમાં પણ હકારાત્મક પ્રતિક્રિયા મળી છે.SS1MS