Western Times News

Gujarati News

ગાંધીનગરમાં BJP સંગઠનની બેઠકમાંથી મંત્રી બચૂ ખાબડની બાદબાકી જોવા મળી

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ અને નવા પ્રદેશ પ્રમુખનો સંકેત આપતા પાટીલ

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકારમાં ન જાણે કેટલીવાર મંત્રીમંડળમાં બદલાવનું ભૂત ધૂણ્યું છે, છતાં તેની અટકળોનો અંત આવતો નથી. ત્યારે ફરી એકવાર મંત્રીમંડળમાં બદલાવના ભણકારા વાગી રહ્યાં છે.

પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ અંગે પણ સંકેતો આપ્યા. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, પ્રમુખે પોતાના પ્રવચનમાં હજુ આપણે જલ્દી બે વખત મળીશું તેવી ટકોર કરી. નજીકના સમયમાં પ્રદેશ અધ્યક્ષ આવશે તેવો ઈશારો કર્યો. આમ આ રીતે મંત્રીમંડળના ફેરફાર અંગેના પણ સંકેતો આપ્યા હોવાનું કહેવાય છે.

મંત્રીમંડળમાં વિસ્તરણ મામલે સીઆર પાટીલે મોટા સંકેત આપ્યા છે. નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ મામલે તેમણે ગાંધીનગરની બેઠકમાં સંકેત આપ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, પાટીલે બેઠકમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, જલદી આપણે બે વખત મળીશું. નજીકના સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ આવશે તેવો ઈશારો કર્યો. મંત્રીમંડળના ફેરફાર અંગેના પણ સંકેતો આપ્યા હોવાની જાણકારી આપી.

તો મંત્રીઓ અને કાર્યકર્તાઓને ભગવાન ગણેશને પ્રાર્થના કરવાની ટકોર કરી. કમલમ ખાતે મળેલ ભાજપની બેઠકમાં કંઈક નવાજૂની જોવા મળી. ભાજપની બેઠકમાં પહેલી વખત સંઘ પણ હાજર રહ્યું. કમલમ બેઠકમાં આરએસએસ ના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલ હાજર જોવા મળ્યા. પ્રધાનમંત્રીના જન્મ દિવસ પર સેવા સપ્તાહની કમલમ ખાતે ઉજવણી માટે યોજાનારી છે.

જેં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત તમામ ધારાસભ્ય અને સાંસદો પણ બેઠકમા હાજર રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યો, સાંસદો સાથે આરએસએસના હોદ્દેદાર પણ બેઠકમાં હાજર જોવા મળ્યા. ગાંધીનગરમાં સંગઠનની બેઠકમાંથી પણ મંત્રી બચૂ ખાબડની બાદબાકી જોવા મળી હતી. મંત્રી બચૂ ખાબડ કમલમ્‌ ખાતે બેઠકમાં ગેરહાજર જોવા મળ્યા.

મનરેગામાં પુત્રોની ધરપકડ બાદ સતત જાહેર કાર્યક્રમોમાં તેમની ગેરહાજરી વધી રહી છે. જે આંખે ઉડીને વળગે તેવી છે. ભાજપની બેઠકમાં તમામ અપેક્ષિત મંત્રીઓ ધારાસભ્ય અને સાંસદોની બેઠકમાં પણ ગેરહાજર જોવા મળ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.