ગુજરાતથી દુનિયાના 100થી વધુ દેશોમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનની નિકાસ થશે

હાંસલપુર, ગુજરાત: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતના હાંસલપુર ખાતે સુઝુકીની પહેલી વૈશ્વિક વ્યૂહાત્મક બેટરી ઈલેક્ટ્રિક કાર “e VITARA” ને હરિ ઝંડી બતાવી. આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારત હવે ઈલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના અગ્રણી દેશોમાં સ્થાન મેળવી રહ્યું છે.
Hansalpur, Gujarat: Prime Minister Narendra Modi flags off the “e VITARA”, Suzuki’s first global strategic Battery Electric Vehicle (BEV)
ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની આ પહેલી ઈલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ કાર સિંગલ ચાર્જમાં 500 કિલો મીટર ચાલશે. ઓટો મોબાઈલ હબ બનવા તરફ આ ગુજરાતનું સૌથી મોટું પગલું છે.
“e VITARA” ની ખાસિયતો અને મહત્ત્વ:
-
સુઝુકીની આ કાર “Made in India, for the World” ના ધ્યેય સાથે બનાવવામાં આવી છે.
-
આ બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) ભારતમાંથી સીધી રીતે દુનિયાનાં 100 થી પણ વધુ દેશોમાં નિકાસ થશે.
- નિકાસ થનારા દેશોમાં યુરોપ અને જાપાન જેવા વિકસિત અને સ્પર્ધાત્મક બજારો પણ સામેલ છે.
-
આ પ્રયત્નને કારણે ભારત માત્ર ઘરેલુ માંગ પૂરવા પૂરતું જ નહીં પરંતુ વૈશ્વિક EV ચેઇનમાં મહત્વપૂર્ણ ઉત્પાદક અને સપ્લાયર તરીકે ઉભરશે.
-
Hansalpur, Gujarat: Prime Narendra Modi flags off the “e VITARA”, Suzuki’s first global strategic Battery Electric Vehicle (BEV). The Made-in-India BEVs will be exported to more than one hundred countries, including advanced markets such as Europe and Japan pic.twitter.com/5sRiVEDvPZ
— IANS (@ians_india) August 26, 2025
આ કાર્યક્રમને “ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ઐતિહાસિક ક્ષણ” તરીકે ગણવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ પહેલ “મેક ઈન ઇન્ડિયા” અભિયાનને નવી ઊંચાઈ આપે છે અને સ્થાયી વિકાસ તરફ ભારતના દૃઢ નિશ્ચયને મજબૂત બનાવે છે.
મારુતિ સુઝુકીના મહેસાણાના ડીલર અને વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણ પટેલે જણાવ્યું કે મારુતિ ઉદ્યોગ લિમિટેડ દ્વારા જે મારુતિનું પ્રોડક્શન હરિયાણામાં હતું એની જગ્યાએ ગુજરાતમાં પણ ચાલુ કર્યું છે અને એમાં ઈ-ગાડીનું અહીં જ્યારે ઉત્પાદન કરવાનું છે ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે આ સમયની માંગ છે.
જે પેટ્રોલ ડીઝલની અછત ન થાય અને ભવિષ્યમાં ઇલેક્ટ્રિકથી ગાડીઓ ચાલે અને પોલ્યુશન ઓછું થાય એના માટે મારુતિએ હંમેશા એગ્રેસિવ રહીને આ ગાડીનું ઉત્પાદન કરવાનું કર્યું છે.
આ નવો અધ્યાય ભારતનાં ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે ટકાઉ વિકાસ, સ્વચ્છ ઊર્જા અને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે એક મહત્વપૂર્ણ કૂદકો સાબિત થશે. સાથે જ દેશના ગ્રામ્ય અને શહેરી પરિવહન ક્ષેત્રે બેટરી આધારિત વાહનોનો ઉપયોગ વધશે અને પર્યાવરણ અનુકૂળ પરિવહનને પ્રોત્સાહન મળશે.