Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયામાં ૨૨ દિવસ પહેલા ઉડેલું ચાર્ટર્ડ પ્લેન લાપતા થતા અનેક તર્કવિતર્ક

નવી દિલ્હી, મલેશિયન એરલાઈન્સની ફ્લાઇટ એમએચ૩૭૦ લાપતા થયાની ઘટના સૌને યાદ હશે. આઠમી માર્ચ ૨૦૧૪એ કુઆલાલંપુરથી બેઇજિંગ જવા રવાના થયેલી ફ્લાઇટ અચાનક લાપતા થઈ ગઈ હતી.

આ વિમાનમાં કુલ ૨૩૯ લોકો હતા. દસ વર્ષ પસાર થયા પછી પણ આ ફ્લાઇટ લાપતા થવાનું રહસ્ય હજુ પણ અકબંધ છે. હવે ઓસ્ટ્રેલિયામાં બનેલી એક ઘટનાએ મલેશિયન એરલાઈન્સની ફ્લાઇટ એમએચ૩૭૦ લાપતા થવાની યાદ તાજી કરાવી દીધી છે.

ઓસ્ટ્રેલિયામાં બે લોકોએ પોતાના શ્વાનને લઈને એક ચાર્ટડ પ્લેનમાં બીજી ઓગષ્ટ ૨૦૨૫એ ઉડાન ભરી હતી, પરંતુ આજે ૨૨ દિવસથી આ વિમાન લાપતા છે. ૨૨ દિવસ પસાર થયા પછી પણ વિમાનનો કોઈ સુરાગ મળ્યો નથી. એક રિપોર્ટ મુજબ, વિમાનમાં ૭૨ વર્ષીય ગ્રેગરી વોન, તેમની ૬૬ વર્ષીય પાર્ટનર કિમ વાર્ન તેમના શ્વાન મોલીની યાત્રા કરી રહ્યા હતા. આ વિમાનને ગ્રેગરી ચલાવી રહ્યા હતા.

ફ્લાઇટે બીજી ઓગષ્ટે તાસ્માનિયાના જોર્જટાઉન એરપોર્ટ પરથી બપોરે ૧ કલાકે ઉડાણ ભરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, વિમાનને પહેલા વિક્ટોરિયા લઈ જવામાં આવ્યું અને પછી એ ન્યૂ સાઉથ વેલ્સના હિલસ્ટન એરપોર્ટ માટે રવાના થયા હતા. પરંતુ બાસ સ્ટેટની ઉપરથી વિમાન અચાનક લાપતા થઈ ગયું.પ્રાપ્ત માહિતી મુજબ, જ્યારે સાંજ સુધી વિમાનની કોઈ માહિતી મળી નહીં, તો પરિવારે અલાર્મ વગાડ્યું.

ત્યાર પછી શોધખોળ શરુ કરી હતી.ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ ઉત્તર તાસ્માનિયા, બાસ અને વિક્ટોરિયામાં કેટલાય હેલિકોપ્ટર, હોડીઓ અને જહાજોની મદદથ શોધખોળ શરુ કરી હતી. જોકે, ૨૨ દિવસ પછી પણ શોધખોળ કરનાર ટુકડીઓને વિમાન શોધવામાં કોઈ સફળતા મળી નથી. શોધખોળ કરનાર ટુકડીને કાટમાળ પણ મળ્યો નથી કે અકસ્માત થવાના કોઈ પુરાવા મળ્યા નથી.

જ્યારે વિમાનમાંથી કોઈ ઈમરજન્સી સંકેત પણ મોકલવામાં આવ્યો ન હતો, તેને લઈને સૌ કોઈ આશ્ચર્ય થઈ રહ્યું છે કે છેવટે વિમાન કયાં લાપતા થયું છે?SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.