ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વિવાદ વચ્ચે ૪ વખત લગાવ્યો ફોન, મોદીએ વાત ના કરી: જર્મન અખબાર

File Photo
અમેરિકા દ્વારા આજથી ભારત પર કુલ ૫૦ ટકા ટેરિફ
(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી ભારત પર ૫૦ ટકા ટેરિફની જાહેરાત કરી છે ત્યારથી બન્ને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. આ વચ્ચે જર્મનીના એક અખબારે દાવો કર્યો કે ટ્રમ્પે ટેરિફ વિવાદ વચ્ચે વડાપ્રધાન મોદીને ચાર વખત કાલ કર્યો હતો પરંતુ મોદીએ તેમની સાથે વાત કરી નહતી.
જર્મન ન્યૂઝ પેપર હ્લછઢએ દાવો કર્યો છે કે ભારતને ડેડ ઇકોનામી કહેવા પર મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પથી નારાજ છે. ટ્રમ્પના ટેરિફને કારણે ૨૫ વર્ષથી ચાલતા આવતા ભારત-અમેરિકાના સંબંધોમાં બગડ્યા છે. અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટેરિફ લગાવ્યા છે, જે બ્રાઝીલ સિવાય કોઇ બીજા દેશ માટે સૌથી વધારે છે. અમેરિકાએ રશિયા પાસેથી કાચુ તેલ ખરીદવા પર ભારત પર દંડ પણ ફટકાર્યો છે.
હ્લછઢનો દાવો છે કે ટ્રમ્પે તાજેતરમાં ચાર વખત મોદીને ફોન કર્યો હતો પરંતુ તેમણે વાત કરવાનો જ ઇનકાર કરી દીધો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૩૧ જુલાઇએ કહ્યું હતું, ભારત રશિયા સાથે શું કરે છે તેની મને પરવા નથી.સાથે મળીને તેઓ તેમની મૃત અર્થવ્યવસ્થાઓને નીચે લાવી શકે છે. ભારત સાથે આપણો વેપાર ખૂબ જ ઓછો છે, તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, તેઓ વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક છે.
જર્મન અખબારે દાવો કર્યો છે કે પીએમ મોદી ટ્રમ્પની ટિપ્પણીથી ગુસ્સે થયા છે. જર્મન અખબારે દાવો કર્યો છે કે ટ્રમ્પે આ પછી ઘણી વખત મોદીને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત હાલમાં ખૂબ જ સાવચેતીભર્યા પગલાં લઈ રહ્યું છે.
અહેવાલ મુજબ, પીએમ મોદી અમેરિકન કૃષિ વ્યવસાય માટે ભારતનું બજાર ખોલવા માટે ટ્રમ્પના દબાણનો પણ વિરોધ કરી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદવાની નોટિસ જાહેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે નવી ટેરિફ સિસ્ટમ ૨૭ ઓગસ્ટના રોજ રાત્રે ૧૨.૦૧ વાગ્યાથી અમલમાં આવશે.