Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત

કટરા, જમ્મુ કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી કુદરતી હોનારતોના લીધે ભારે તબાહી સર્જાઈ છે. જેમાં મંગળવાર મોડી રાત સુધીમાં માતા વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર થયેલ ભૂસ્ખલનમાં ૩૦ શ્રદ્ધાળુઓના મોત થયા છે તેમજ અનેક ઘાયલ થયા છે.

જયારે ઉત્તર રેલ્વેએ જમ્મુ તરફ જતી ૨૨ ટ્રેનો રદ કરી છે જ્યારે ૨૭ ટ્રેનો રોકી દેવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાની ચેતવણી આપી છે.જયારે ભારે વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે.

જમ્મુ ડિવીઝનમાં આજે સ્કુલ અને સરકારી ઓફીસ બંધ રહેશે. આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ત્રણ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. તેમજ હવામાન વિભાગે આગામી ૪૦ કલાકમા ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.

જેમાં બસંતર, તવી અને ચિનાબ નદીઓના જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ લોકોને નદી કિનારાથી દુર સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી છે.આ ઉપરાંત નદીઓ સતત વધી રહેલા જળસ્તરના લીધે જમ્મુ શહેરમાં પણ પાણી ભરાયા છે. જેમાં અનેક નીચાણ વાળા વિસ્તારમાં તવી નદીના પાણી ભરાયા છે.

જમ્મુની ચિનાબ નદી ઉપરાંત તરાનાહ, ઉઝ, મગ્ગર ખાદ, સહર ખાદ, બેસનતેર અને તવી નદીઓનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે. તેમજ હજુ સતત વરસાદ ચાલુ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.