Western Times News

Gujarati News

આ વર્ષે શિલ્પા શેટ્ટીના ઘરે ગણેશ ઉત્સવ નહીં ઉજવાય

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ જાહેરાત કરી છે કે તે આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી નહીં કરે. તેના ભવ્ય અને ભક્તિમય ગણપતિ ઉત્સવ માટે જાણીતી અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કર્યા છે, ચાહકોને માહિતી આપી છે કે કુન્દ્રા પરિવાર હાલ શોકમાં હોવાથી તેઓ તેઓ ૧૩ દિવસ સુધી શોક પાડશે.

પોતાની પોસ્ટમાં શિલ્પા શેટ્ટીએ લખ્યું, “પ્રિય મિત્રો, ઊંડા શોક સાથે, અમને તમને જણાવતા દુઃખ થાય છે કે, પરિવારમાં શોકને કારણે, આ વર્ષે અમે અમારા ઘેર ગણપતિ ઉત્સવ યોજીશું નહીં. પરંપરા મુજબ, અમે ૧૩ દિવસનો શોક પાડીશું અને તેથી કોઈપણ ધાર્મિક ઉત્સવોથી દૂર રહીશું. અમે તમારી સમજ અને પ્રાર્થના ઇચ્છીએ છીએ.

કૃતજ્ઞતા સાથે – કુન્દ્રા પરિવાર.”આ સાથે શિલ્પાએ, ભગવાન ગણેશને આવતા વર્ષે જલ્દી આવવા આમંત્રણ પણ આપી દીધું હતું. તેણે લખ્યું, “ગણપતિ બાપ્પા મોર્યા, પુડ્‌ચ્યા વર્ષી લવ કર યા” સાથે વિદાય આપી. તેના શબ્દો તેની ભક્તિ અને ઘણા વર્ષાેથી તેના હૃદયની નજીક રહેલી પરંપરામાં વિક્ષેપ પડવાનો અફસોસ બંને દર્શાવે છે.

એક દાયકાથી વધુ સમયથી, શિલ્પા શેટ્ટીએ ભવ્યતા, ભક્તિ અને પારિવારિક મેળાવડા સાથે ભગવાન ગણેશનું સ્વાગત કરતી આવી છે. મુંબઈમાં તેનાં ઘેર ઉજવાતા ગણપતિ ઉત્સવો હંમેશા ચર્ચામાં રહે છે.

૨૦૨૪માં, તેણે તેના પરિવાર સાથે ઉજવણીનો એક વિડિયો શેર કર્યાે હતો, જેમાં કેપ્શન આપ્યું, “ગણપતિ બાપ્પા મોર્યા. બાપ્પાના સ્વાગત માટે આપણા હૃદય અને દરવાજા ખોલી રહ્યા છીએ. વર્ષનો પ્રિય સમય.” ૨૦૨૫માં પરંપરામાં વિક્ષેપ એક ક્યારેય ન જોયો હોય વિરામ દર્શાવે છે કારણ કે પરિવાર આ સમય શોકમાં વિતાવવાનો છે.

જો શિલ્પાના કામની વાત કરવામાં આવે તો, શિલ્પા શેટ્ટી છેલ્લે સોનલ જોશીએ ડિરેક્ટ કરેલી ‘સુખી’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં એક પંજાબી ગૃહિણી હાઇસ્કૂલ રિયુનિયન દરમિયાન પોતાની જાતને ફરીથી શોધે છે તેની વાત કરવામાં આવી છે. તેની આગામી રિલીઝ પ્રેમ દ્વારા ડિરેક્ટેડ કન્નડ એક્શન ડ્રામા ફિલ્મ ‘કેડીઃ ધ ડેવિલ’ હશે.

આ ફિલ્મમાં ધ્›વ સરજા, સંજય દત્ત, વી. રવિચંદ્રન, રમેશ અરવિંદ, નોરા ફતેહી અને રીશ્મા નાનાયા પણ છે. સાથે જ, તેનાં પતિ રાજ કુંદ્રા તેની પંજાબી ફિલ્મ ‘મેહર’ માટે તૈયારી કરી રહ્યા છે, જે ગ્રામીણ પંજાબના એક માણસના સંઘર્ષ પર આધારિત છે જે પોતાનું ગૌરવ પાછું મેળવવા લડી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.