રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 3D પ્રિન્ટિંગ ભારતમાં અને વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે

AI Image
રિયલ એસ્ટેટની નવેસરથી કલ્પનાઃ 3D પ્રિન્ટિંગ ભારતમાં હાઉસિંગને નવો આકાર આપી રહ્યું છે
Ahmedabad, શહેરીકરણ વધી રહ્યું છે અને ઘર ખરીદનારાઓ ઝડપ, ડિઝાઇન અને ટકાઉપણું, એમ બધું જ ઇચ્છી રહ્યા છે ત્યારે બાંધકામના ક્ષેત્રે પણ શાંત ગતિએ ક્રાંતિ આવી રહી છે. આ પરિવર્તનના કેન્દ્રમાં એક શક્તિશાળી, ચોક્સાઇપૂર્ણ અને વધુને વધુ પુરવાર થઈ રહેલી એક ટેક્નોલોજી છેઃ 3D પ્રિન્ટિંગ.
એક વખત જેને પ્રયોગાત્મક ગણાતું હતું તે 3D પ્રિન્ટિંગ કે એડિટિવ મેન્યુફેક્ચરિંગ ભારતમાં અને વિશ્વભરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. પરંપરાગત સબટ્રેક્ટિવ કન્સ્ટ્રક્શન મેથડ્સથી વિપરિત 3D પ્રિન્ટિંગ મજબૂતાઈ, કાર્યક્ષમતા અને ફ્લેક્સિબિલિટી માટે બનાવાયેલા મટિરિયલ્સ તથા પ્રી-પ્રોગ્રામ્ડ ડિઝાઇનોનો ઉપયોગ કરીને એક-એક લેયર પ્રમાણે સ્ટ્રક્ચર બનાવે છે. આના પરિણામે એવી સુવ્યવસ્થિત પ્રોસેસ મળી છે જે ટાઇમલાઇન્સને સમાવે છે, મટિરિયલ વેસ્ટ ઘટાડે છે અને અદ્વિતીય ડિઝાઇન સ્વતંત્રતા આપે છે. Reimagining Real Estate: How 3D Printing is Reshaping Housing in India.
બ્લ્યૂપ્રિન્ટથી બિલ્ડ સુધીના દિવસો
3D પ્રિન્ટિંગના સૌથી નોંધપાત્ર લાભો પૈકીનો એક છે ઝડપ. પરંપરાગત બાંધકામ માટે જ્યાં સામાન્ય રીતે મહિનાઓ લાગી જાય છે તે હવે થોડા જ સમયમાં હાંસલ કરવું શક્ય બન્યું છે. ઓપ્ટિમાઇઝ્ડ આર્કિટેક્ચરલ મોડલ્સ અને રિઇન્ફોર્સ્ડ કોંક્રિટ મિક્સથી સજ્જ એડવાન્સ્ડ 3D પ્રિન્ટર્સ થોડા જ દિવસોમાં ઘરનું સ્ટ્રક્ચરલ શેલ પ્રિન્ટ કરી શકે છે. આ ઝડપી કામગીરીથી ન કેવળ પ્રોજેક્ટ ડિલિવરી વેગવંતી બને છે પરંતુ અનુમાન કરવાની ક્ષમતા સૌથી મોટું પરિબળ બની જાય છે, એવા ક્ષેત્રમાં જ્યાં વિલંબ થવો તે કોઈ નવાઈનો વિષય ગણાતો નથી.
ખર્ચમાં બચત એ બીજો એક આકર્ષક લાભ છે. ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડના વેસ્ટ અને ઇસ્ટ ઝોનના સીઈઓ સુભાશિષ પટનાયક જણાવે છે કે પ્રિસાઇઝ, કમ્પ્યૂટર-કંટ્રોલ્ડ લેયરિંગ સાથે ટેક્નોલોજી મટિરિયલના વધુ પડતા ઉપયોગને ઘટાડે છે અને બગાડનું પ્રમાણ 60 ટકા સુધી ઘટાડી શકે છે. ઉચ્ચ સ્તરના નિયંત્રણથી સ્ટ્રક્ચરમાં ચોક્સાઇ અને સાતત્યતા પણ આવે છે, ફરીથી કામ કરવાનું તથા બિનકાર્યક્ષમતા ઘટે છે. ડેવલપર્સ માટે આનાથી બજેટ ઓપ્ટિમાઇઝ થાય છે અને ઘર ખરીદનારાઓને પૈસાનું યોગ્ય મૂલ્ય મળે છે.
પસંદગી અને કસ્ટમાઇઝેશન માટે બનાવાયેલું
ઝડપ અને બચત ઉપરાંત 3D પ્રિન્ટિંગ ઘરની ડિઝાઇનમાં નવું પરિમાણ લાવે છે અને તે છે ઉચ્ચ સ્તરનું પર્સનલાઇઝેશન. ટેક્નોલોજીથી આર્કિટેક્ટ્સ અને ડેવલપર્સ જટિલ જ્યોમેટ્રી, ફ્લુઇડ ફોર્મ્સ અને ફેસેડ વેરિએશન્સ સાથે પ્રયોગો કરી શકે છે જે પરંપરાગત બાંધકામોમાં વધુ ખર્ચાળ બને છે. વળાંકવાળી દિવાલોથી માંડીને બહારના ભાગે જટિલ ફિનિશ સુધી ઘરો હવે કાર્યને જ નહીં, વ્યક્તિની સુંદરતાલક્ષી ભાવનાઓને પણ ઉજાગર કરે છે.
આ ફ્લેક્સિબિલિટી ઇન્ટિરિયરને પણ લાગુ પડે છે. ફ્લોર પ્લાનના કસ્ટમાઇઝેશન, ખાસિયતો ઉમેરવી અને બિલ્ટ-ઇન ડિઝાઇન ઘટકોની ક્ષમતાથી અદ્વિતીય રહેવાના અનુભવો મળે છે જે બધાથી અલગ અને બેનમૂન ડિઝાઇન પૂરી પાડે છે. ચાહે તે સુંદર રીતે બનાવેલી સીડી હોય કે પછી ફ્લોઇંગ, કે ઓપન-પ્લાન લિવિંગ સ્પેસ હોય, 3D પ્રિન્ટિંગ એન્જિનિયરિંગની ચોક્સાઇ સાથે હાઇ-એન્ડ ડિઝાઇનને સાકાર કરવાનું સક્ષમ કરે છે.
શ્રી પટનાયક ઉમેરે છે કે 3D પ્રિન્ટિંગ નો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં મોટાપાયે કસ્ટમાઇઝ કરવાની ક્ષમતા છે. ઘર ખરીદનારાઓ માટે આનો અર્થ એ છે કે એવી ડિઝાઇન જે ફક્ત કાર્યાત્મક જ નહીં પણ ફ્લોર લેઆઉટથી લઈને જટિલ વિગતો સુધીની વ્યક્તિગત પસંદગીને પણ દર્શાવે છે.
ડિઝાઇનની દ્રષ્ટિએ ટકાઉ
ટકાઉપણું હવે વૈકલ્પિક નથી, તે અનિવાર્ય રીતે પાયો છે. 3D-પ્રિન્ટેડ હાઉસિંગ સ્વાભાવિક રીતે ગ્રીન બાંધકામ પ્રેક્ટિસીસને સમર્થન આપે છે. મટિરિયલ્સનો કાર્યક્ષમ ઉપયોગ, પરિવહનની ઓછી જરૂરિયાતો અને ઓછી ઊર્જા વપરાશ કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરવામાં ફાળો આપે છે. વધુમાં, આ પદ્ધતિ દ્વારા બાંધવામાં આવેલા ઘરોમાં થર્મલ રેગ્યુલેશન, કુદરતી વેન્ટિલેશન અને સૌર સંકલન સહિત પેસિવ ડિઝાઇન સિદ્ધાંતોને સરળ રીતે અપનાવી શકાય છે.
જેમ જેમ ડેવલપર્સ તેમની પ્રથાઓને વૈશ્વિક ટકાઉપણા માપદંડો સાથે વધુને વધુ સંરેખિત કરી રહ્યા છે, જેમાં અનેક યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)નો સમાવેશ થાય છે, તેમ 3D પ્રિન્ટિંગ પર્યાવરણીય જવાબદારી અને વ્યવસાયિક પ્રદર્શન બંનેના સક્ષમકર્તા તરીકે ઉભરી આવે છે.
ભારતનું વહેલું મોમેન્ટમ
ભારતે 3D-પ્રિન્ટેડ હાઉસિંગ સોલ્યુશન્સ શોધવા અને અપનાવવામાં ઝડપી કામગીરી કરી છે. Tvasta જેવા સ્વદેશી અગ્રણીઓએ એક મહિનાથી ઓછા સમયમાં રહેવા યોગ્ય, કાર્યક્ષમ ઘરોનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું છે, જે તમામ સ્તરે ટેકનોલોજીની કાર્યક્ષમતા દર્શાવે છે. જો સસ્તા અને નવીન હાઉસિંગ મોડેલ્સમાં નીતિ-સ્તરના રસ સાથે જોડવામાં આવે તો, ભારતીય બજાર કન્સ્ટ્રક્શનમાં એડિટિવ મેન્યુફેક્ચરિંગની વૈશ્વિક ઉત્ક્રાંતિમાં મુખ્ય પરિબળ બનવા માટે તૈયાર છે.
નોંધપાત્ર રીતે, ઘણા ડેવલપર્સ હવે પુણે જેવા ઉચ્ચ માંગવાળા શહેરોમાં વિલા અને સેમ્પલ યુનિટ્સ બનાવવા માટે 3D પ્રિન્ટિંગ સ્ટાર્ટઅપ્સ સાથે સહયોગ કરી રહ્યા છે. આ પહેલ સંભવિત મુખ્ય પ્રવાહ અપનાવવા સાથે પ્રયોગથી અમલીકરણ તરફના પરિવર્તનનો સંકેત આપે છે.
અર્બન લિવિંગના ભવિષ્યને સક્ષમ બનાવવું
જ્યારે વ્યાપક અમલીકરણના માર્ગ માટે બિલ્ડિંગ કોડ્સમાં અપડેટ્સ, પ્રિન્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણમાં વધારો અને મટિરિયલ ઇનોવેશનની જરૂર પડશે ત્યારે દિશા સ્પષ્ટ છે. આગામી દાયકામાં લાખો શહેરી ઘરો ઉમેરવા માટે તૈયાર દેશ માટે, ઝડપી, સ્માર્ટ અને વધુ ટકાઉ બાંધકામ પદ્ધતિઓનો કેસ પહેલા કરતાં વધુ મજબૂત છે.
3D પ્રિન્ટિંગ હવે ભવિષ્યવાદી ખ્યાલ નથી રહ્યો, તે રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે એક વ્યવહારુ, શક્તિશાળી સાધન છે જેનો હેતુ અલગતા, નવીનતા અને ઝડપી ડિલિવરી કરવાનો છે. તે કસ્ટમાઇઝ્ડ, સમકાલીન અને આબોહવા-સભાન ઘરોની વધતી જતી ઇચ્છાનો જવાબ આપતી વખતે શહેરી વિસ્તરણમાં ગતિની ભારતની જરૂરિયાતને પૂર્ણ કરે છે.