Western Times News

Gujarati News

સ્ક્રીન એવોર્ડ્સ 2025 –યુટ્યૂબ પર ડિજિટલ-ફર્સ્ટ થનારું એક સાંસ્કૃતિક સીમાચિહ્ન

ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ સિનેમા અને સ્ટોરીટેલિંગની ભારતની સૌથી આઇકોનિક ઉજવણીઓ પૈકીની એક એવા સ્ક્રીન એવોર્ડ્સ 2025ને યુટ્યૂબ પર રજૂઆતની નવેસરથી કલ્પનાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે.

આ કંઈ વધુ એક એવોર્ડ્સ શૉ નથી. સ્ક્રીન એવોર્ડ્સ 2025 સંપાદકીય વિશ્વસનીયતા, સાંસ્કૃતિક વારસો અને ડિજિટલ પહોંચનું શક્તિશાળી મિશ્રણ રજૂ કરે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના જર્નાલિઝમ-ફર્સ્ટ સિદ્ધાંતો દ્વારા સમર્થિત આ એવોર્ડ્સ પ્રમાણિકતા અને મેરિટ પર આધારિત છે. વિજેતાઓને સ્ક્રીન એકેડમી દ્વારા પસંદ કરવામાં આવે છે જે સાચી ઉત્કૃષ્ટતાને માન્યતા આપવા માટે પ્રતિબદ્ધ જાણીતા ફિલ્મનિર્માતાઓ, કલાકારો અને સાંસ્કૃતિક હસ્તીઓની સ્વતંત્ર, બિન-નફાકારી સંસ્થા છે. Screen Awards 2025: A Cultural Milestone Goes Digital-First with YouTube.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કાએ જણાવ્યું હતું કે ભારતીય સિનેમા એક એવા સ્ટેજની હકદાર છે જે કલેક્શન્સ કરતાં ક્રિએટિવિટીની ઉજવણી કરે. અમારા સ્ટોરીટેલર્સ 1.4 અબજ સ્વપ્નોનું પ્રતિનિધિત્વ કરે છે જેના મૂળિયા પરંપરામાં રહેલા છે અને એક રોમાંચક ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે. આ એવોર્ડ એ ભાવનાને સન્માનિત કરશે અને ભારતના સૌથી બોલ્ડ, સૌથી ઓરિજિનલ વોઇસ પર પ્રકાશ પાડશે. આ સાહસમાં યુટ્યૂબે અમારા જેટલો જ ઉત્સાહ દર્શાવ્યો તેનાથી અમે રોમાંચિત છીએ.

કન્ટેન્ટ અને ફોર્મેટમાં ડિજિટલ ફર્સ્ટ અભિગમ લેતા સ્ક્રીન એવોર્ડ્સ યુટ્યૂબ પર સ્ટ્રીમ થશે જે વિશ્વભરના દર્શકોને ઓપન એક્સેસ આપશે. પહેલી જ વાર બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સ યુટ્યૂબના સૌથી પ્રભાવશાળી ક્રિએટર્સ સાથે ચમકશે જેઓ રેડ કાર્પેટથી પડદા પાછળની વાર્તાના દ્રશ્યો, કન્ટેન્ટ આધારિત સ્ટોરીટેલિંગ અને ફેન એન્ગેજમેન્ટ સુધી ત્રણ મહિના લાંબા ફેસ્ટિવલના દરેક પાસાંને આવરી લેશે.

આ ડિજિટલ-ફર્સ્ટ અભિગમ ભારતના મનોરંજન ક્ષેત્રમાં નોંધપાત્ર ટ્રેન્ડ્સ દ્વારા પ્રેક્ષકો મનોરંજનને કેવી રીતે માણે છે તેમાં મૂળભૂત પરિવર્તનને દર્શાવે છે. મનોરંજનના ક્ષેત્રે ઇન્ટરનેટના પ્રસારમાં વધારો, કનેક્ટેડ ટીવી (સીટીવી)માં ઝડપી વૃદ્ધિ અને મોબાઇલ વપરાશમાં વધારો જેવા વલણો જોવી રહ્યા છે. હકીકતમાં સીટીવી છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં યુટ્યૂબની સૌથી ઝડપથી વિકસતી સ્ક્રીન રહી છે, જે દરેક સ્ક્રીન પર અને દરેક ફોર્મેટમાં પ્રીમિયમ કન્ટેન્ટને સુલભ બનાવવા માટે પ્લેટફોર્મની અનન્ય સ્થિતિ મજબૂત બનાવે છે. તે સિનેમાની સમૃદ્ધિને ડિજિટલ સ્ટોરીટેલિંગની આત્મીયતા અને તાત્કાલિકતા સાથે જોડે છે અને આ રીતે વિવિધ જનરેશન, પ્લેટફોર્મ અને સમુદાયોને જોડે છે.

આ સહયોગ વિશે વાત કરતા યુટ્યૂબના મેનેજિંગ ડિરેક્ટર – ઈન્ડિયા, ગુંજન સોનીએ જણાવ્યું હતું કે અમે સ્ક્રીન એવોર્ડ્સનું ડિજિટલ હોમ બનતા આનંદ અનુભવીએ છીએ, જે આ સાંસ્કૃતિક આઇકોનને તેના આગામી પ્રકરણમાં લઈ જાય છે. યુટ્યૂબ એ એક એવું સ્થાન છે જ્યાં અબજો ચાહકો તેમના મનપસંદ મનોરંજન સાથે જોડાય છે, અને અમે તેમને સિનેમાની સૌથી મોટી રાત્રિઓમાંની એકનો અનુભવ કરવા માટે ઉત્સાહિત છીએ. બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સને યુટ્યૂબના સૌથી પ્રભાવશાળી ક્રિએટર્સ સાથે જોડીને, અમે એક પ્રતિષ્ઠિત ઇવેન્ટ માટે એક સંલગ્ન સમુદાય બનાવી રહ્યા છીએ અને ફેન્ડમની શક્તિને અનલોક કરી રહ્યા છીએ.

ભારતમાં અને વૈશ્વિક સ્તરે અપ્રતિમ પહોંચ સાથે, યુટ્યૂબ સ્ક્રીન એવોર્ડ્સ માટે એક આદર્શ સ્થળ છે. કોમસ્કોર મુજબ, યુટ્યૂબ ભારતમાં 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના પાંચમાંથી ચાર ઇન્ટરનેટ વપરાશકર્તાઓ સુધી પહોંચે છે, જ્યારે પ્લેટફોર્મ પરના મનોરંજન વીડિયોઝે 2024માં વિશ્વભરમાં 7.5 અબજથી વધુ ડેઇલી વ્યૂઝ જનરેટ કર્યા હતા.

આ જાહેરાતમાં ઉમેરો કરતા સ્ક્રીન એવોર્ડ્સના ક્યુરેટર પ્રિયંકા સિંહા ઝાએ જણાવ્યું હતું કે 1995માં સ્થપાયેલા સ્ક્રીન એવોર્ડ્સ અનેક બાબતો સૌપ્રથમ રજૂ કરવાનો વારસો ધરાવે છે: ભારતમાં પ્રથમ જ્યુરી-આધારિત ફિલ્મ એવોર્ડ, ઓસ્કાર મેનેજમેન્ટે હાજરી આપી અને પ્રશંસા કરી હતી તેવો પહેલો એવોર્ડ શૉ અને આજના ઘણા સુપરસ્ટારો દ્વારા મેળવેલી પ્રથમ પ્રશંસા. ધ સ્ક્રીન એકેડેમીની શરૂઆત અને યુટ્યૂબ સાથેની અમારી ભાગીદારી સાથે, અમે ભારત માટે વધુ એક પહેલું પગલું ભરી રહ્યા છીએ અને તે છે દેશના સૌથી વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત એવોર્ડ્સ રજૂ કરવા માટે અમારી પ્રતિષ્ઠા પર નિર્માણ, જે અનન્ય મનોરંજન સાથે રજૂ કરવામાં આવે છે.

સ્ક્રીન એવોર્ડ્સ 2025 ભારતના સૌથી વધુ સંકળાયેલા પ્રેક્ષકો – ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે – સાથે જોડાવા માંગતી બ્રાન્ડ્સ માટે અભૂતપૂર્વ વિઝિબિલિટી, સાંસ્કૃતિક સુસંગતતા અને મલ્ટી-ફોર્મેટ સ્ટોરીટેલિંગની તકો પ્રદાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.