Western Times News

Gujarati News

બિનાન્સ બ્લોકચેઇન યાત્રા અમદાવાદ પહોંચી: ભારતને મળી બ્લોકચેઇન

એક ઊર્જાન્વિત સામુદાયિક કાર્યક્રમ જેણે ગુજરાતના ઉદ્યોગસાહસિક શહેરને વેબ3 લર્નિંગ, સહકાર અને વાસ્તવિક વિશ્વના બ્લોકચેઇન અનુભવો માટેનું કેન્દ્ર બનાવી દીધું

અમદાવાદ27 ઓગસ્ટ2025 – વિશ્વની અગ્રણી બ્લોકચેઇન ઇકોસિસ્ટમ અને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ એક્સચેન્જ બિનાન્સે ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સ, રસપ્રદ ચર્ચાઓ અને પ્રત્યક્ષ બ્લોકચેઇન પ્રવૃત્તિઓ સાથે ગુજરાતની નવીનતાની ભાવનાની ઉજવણી કરતા બિનાન્સ બ્લોકચેઇન યાત્રા 2025ના અમદાવાદ ચેપ્ટરનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.

 આ કાર્યક્રમમાં 200થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને વેબ3 પરિવર્તનની આગામી લહેરની શોધ કરવા માટે ડેવલપર્સ, વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને બ્લોકચેઇન વિશે જાણવા ઇચ્છુક લોકો એકત્રિત થયા હતા. અમદાવાદ ભારતના સૌથી ઝડપથી વિકસતા નાણાંકીય કેન્દ્રો પૈકીના એક તરીકે ઉભરી આવ્યું છે અને સમગ્ર ગુજરાતમાં રિટેલ અને ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટમાં ભાગ લેવામાં સ્થિર વધારો જોવા મળ્યો છે જે તેને બ્લોકચેઇન અપનાવવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બનાવે છે.

 અમદાવાદ એડિશનને કમ્યૂનિટી ફર્સ્ટ અનુભવ તરીકે તૈયાર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાગ લેનારાઓએ નીચે મુજબની પ્રવૃત્તિઓ હાથ ધરી હતીઃ

 બ્લોકચેઇન ટેક્સટાઇલ, સપ્લાય ચેઇન અને પેમેન્ટ્સ જેવા ઉદ્યોગોમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે છે તેની ખોજ કવરા માટે લાઇવ યુઝ-કેસ ડેમોની ચર્ચા થઈ હતી.

 સહકર્મીઓના નેતૃત્વ ધરાવતી ચર્ચાઓમાં યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓ, કોડર્સ અને ફાઉન્ડર્સે ચિંતન કર્યું હતું કે કેવી રીતે ગુજરાતની ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમને વેબ3થી લાભ થઈ શકે છે.

 પહેલી પેનલ “India@2047 — Innovation is not an Option, Gujarat Takes the Lead”નું સંચાલન ટીઆઈસીઈના ફાઉન્ડર મનોજ સિંહે કર્યું હતું અને તેમાં અમીત પરીખ (સ્ટાર્ટ અપ ટાસ્ક ફોર્સ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી), સિમરન ગંગવાણી (ફાઉન્ડર, ડિજિલાઇઝ સોલ્યુશન્સ) અને કુશલ મનુપતિ (બિનાન્સના દક્ષિણ એશિયાના રિજનલ ગ્રોથ એન્ડ ઓપરેશન્સ લીડ) એ ભાગ લીધો હતો.

પેનલિસ્ટ્સે ચર્ચા કરી હતી કે ગુજરાતની વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ઊંડા મૂળિયા ધરાવતી ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિ રાજ્યના વિકાસને વેગ આપવા માટે બ્લોકચેઇનનો કેવી રીતે લાભ લઈ શકે છે. તેમણે નવીનતા આધારિત નીતિઓ, પાયાના સ્તરે ઉદ્યોગસાહસિકતા અને ટેક્સટાઇલ્સ, સપ્લાય ચેઇન અને એમએસએમઈ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં ઉભરતી ટેક્નોલોજીઓ અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ સેશનમાં ભારતના ડિજિટલ ભવિષ્યમાં અગ્રેસર તરીકે ગુજરાતની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

 બીજી પેનલ “India@2047 — Web3, AI and DeepTech: Innovation, Entrepreneurship and Opportunities”નું સંચાલન કુશલ મનુપતિ (બિનાન્સના દક્ષિણ એશિયાના રિજનલ ગ્રોથ એન્ડ ઓપરેશન્સ લીડ) એ કર્યું હતું જેમની સાથે અપૂર્વ શર્મા (એક્ઝિક્યુટિવ ઇન રેસિડેન્સ, ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન હબ) અને શ્વેતા તિવારી (પ્રોગ્રામ લીડ – ઈન્ડિયા, પ્લગ એન્ડ પ્લે એન્ડ પ્રોગ્રામ લીડ, ગિફ્ટ આઈએફઆઈએચ) જોડાયા હતા. આ ચર્ચા નોકરીઓના સર્જન અને ઉદ્યોગસાહસિકતાના એન્જિન તરીકે વેબ3, એઆઈ અને ડીપટેકના ઉદ્ભવ પર કેન્દ્રિત હતી. વક્તાઓએ ફિનટેક અને ડિજિટલ વ્યવસાયોને સક્ષમ બનાવે તેવા ગ્લોબલ ઇનોવેશન હબ તરીકે ગિફ્ટ સિટીના ઉદ્ભવ પર પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે કેવી રીતે તેના ઇન્ક્યુબેટર્સ અને ઇનોવેશન લેબ્સ સ્ટાર્ટઅપ્સ અને પ્રતિભાઓ માટે નવી તકોને પ્રોત્સાહન આપી રહી છે. પેનલે રોકાણકારોનો વિશ્વાસ જગાવવા અને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કુશળતાઓથી સજ્જ કરવા સુધીની ટકાઉ વેબ3 ઇકોસિસ્ટમ ઊભી કરવા માટેના વ્યવહારિક પગલાં પણ સૂચવ્યા હતા.

 બંને પેનલોએ સાથે મળીને રાજ્યના ઉદ્યોગસાહસિક પાયાના સ્તરેથી લઈને અદ્યતન ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરતા સ્થાન સુધી ભારતની નવીનતાની વાર્તામાં ગુજરાતની ભૂમિકા પર 360-ડિગ્રી પરિપ્રેક્ષ્ય રજૂ કર્યું હતું.

 સહભાગીઓ ફક્ત શ્રોતાઓ જ નહોતા પરંતુ તે દિવસના સક્રિય કો-ક્રિએટર્સ હતા. ડિસેન્ટ્રલાઇઝ્ડ એપ્લિકેશનોના ટેસ્ટિંગથી લઈને ઝડપી ગતિવાળા આઇડિયા જામમાં જોડાવા સુધી, અમદાવાદમાં યાત્રા એ વાતનો જીવંત પુરાવો હતો કે બ્લોકચેઇન અપનાવવાની શરૂઆત પાયાના સ્તરે કેવી રીતે થાય છે.

 કુશલ મનુપતિ (બિનાન્સના દક્ષિણ એશિયાના રિજનલ ગ્રોથ એન્ડ ઓપરેશન્સ લીડ) એ જણાવ્યું હતું કે અમદાવાદે અમને શીખવા, પરીક્ષણ કરવા અને નવીનતા લાવવા માટે લોકોની એકઠા થવાની શક્તિ બતાવી હતી. આ શહેરના ડીએનએમાં રહેલી ઉદ્યોગસાહસિકતા તેને બ્લોકચેઇન અંગે ચર્ચાઓ કરવા માટે વિચારોથી વાસ્તવિક કામગીરી તરફ આગળ વધવા માટે એક સંપૂર્ણ સ્થળ બનાવે છે. અહીંના સમુદાયોએ પ્રત્યક્ષપણે બ્લોકચેઇન ટૂલ્સને કેવી રીતે અપનાવ્યા તે જોઈને અમને ખૂબ આનંદ થાય છે. આ યાત્રા આત્મવિશ્વાસ અને જાણકારી સાથે બ્લોકચેઇન અપનાવનારાઓ ઊભા કરવા વિશે હતી અને અમદાવાદે તે દ્રષ્ટિકોણને જીવંત બનાવ્યો હતો.

 બિનાન્સ બ્લોકચેન યાત્રા હવે બેંગાલુરુ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હીમાં આગળ વધે છે, જે બ્લોકચેઇનને સુલભ, જવાબદાર અને સમુદાય-સંચાલિત બનાવવાના તેના મિશનને આગળ ધપાવે છે. દરેક શહેર સાથે, આ યાત્રા ભારતના વેબ3 ભવિષ્યને આકાર આપવા માટે વિવિધ લોકોના મંતવ્યોને એક કરીને નવું મોમેન્ટમ બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.