ભારત ઝુકશે નહિં તો હજુ વધુ ટેરિફ લાદવાની USAના ટ્રમ્પની ધમકી

તમારા પર એટલો વધુ ટેરિફ લગાવી દઈશું કે તમારું માથું ઘૂમી જશે.
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી થોપવામાં આવેલા ૫૦ ટકા ટેરિફ આજથી ભારતમાં લાગૂ. આ અગાઉ ટ્રમ્પે એકવાર ફરીથી ભારત અને પીએમ મોદીની મજાક ઉડાવવાની કોશિશ કરી. ટેરિફ લાગૂ થતા પહેલા વોશિંગ્ટનમાં મીડિયાકર્મીઓ સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે હું એક ખુબ જ શાનદાર વ્યક્તિ, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી રહ્યો છું.
મે તેમને પૂછ્યું કે તમારા અને પાકિસ્તાન વચ્ચે શું થઈ રહ્યું છે. નફરત ખુબ વધુ છે. ખુબ લાંબા સમયથી આ ચાલી રહ્યું છે. ટ્રમ્પે આગળ વધુ ટેરિફ લગાવવાની ધમકી આપતા કહ્યું કે હું તમારી સાથે કોઈ વેપાર સમજૂતિ કરવા માંગતો નથી. તમે લોકો પરમાણુ યુદ્ધમાં ગૂંચવાઈ જશો. મે કહ્યું કે કાલે મને ફરીથી ફોન કરજો, પરંતુ તમારી સાથે કોઈ સમજૂતિ નહીં કરીએ.
તમારા પર એટલો વધુ ટેરિફ લગાવી દઈશું કે તમારું માથું ઘૂમી જશે. ભારત અને પાકિસ્તાનમાં સંઘર્ષવિરામની ક્રેડિટ લેતા ટ્રમ્પે કહ્યું કે, લગભગ પાંચ કલાકની અંદર, આ થઈ ગયું. હવે કદાચ તે ફરીથી શરૂ થઈ જાય. મને નથી ખબર. મને નથી લાગતું પરંતુ જો આમ થયું તો હું તેને રોકી દઈશ. આપણે આવી ચીજો થવા દઈ શકીએ નહીં.
વિદેશી રાષ્ટ્રો તેમની સામે ઝૂકી જવા પર એકવાર ફરીથી ડંફાસ મારતા ટ્રમ્પે કહ્યું કે આપણે યુનાઈટેડ કિંગડમ, ચીન, ઈન્ડોનેશિયા, વિયેતનામ, ફિલિપાઈન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, યુરોપીયન સંઘ સાથે ઐતિહાસિક વેપાર સમજૂતિ કરી છે.
વિદેશી રાષ્ટ્રો હવે આપણા ખજાનામાં સીધા સેંકડો અબજો ડોલરની ચૂકવણી કરી રહ્યા છે. આપણને ખરબો ડોલર મળી રહ્યા છે, અબજોથી પણ ઘણા વધુ. અત્રે જણાવવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે શરૂઆતમાં ભારત પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી પરંતુ ત્યારબાદ તેને વધારીને ૫૦ ટકા કરી.