H-1B વિઝા એક સ્કેમ, તાત્કાલિક ધોરણે સુધારાશે

યુએસના કોમર્સ સેક્રેટરીના નિવેદનથી ખળભળાટ
(એજન્સી)વોશિંગ્ટન, એચ૧-બી વિઝા સિસ્ટમને ‘કૌભાંડ’ ગણાવતા અમેરિકાના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે મોટી જાહેરાત કરી છે કે, અમે એચ૧બી વિઝાની પ્રક્રિયામાં ફેરફાર કરવા જઈ રહ્યા છે કારણ કે તેમાં મોટાપાયે કૌભાંડ થઈ રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર યુનાઇટેડ સ્ટેટ્સની એચ૧-બીવિઝા અને ગ્રીન કાર્ડ સિસ્ટમમાં મોટા પાયે ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યું છે. જે વેતન-આધારિત ઇમિગ્રેશન અને મેરિટ-આધારિત પસંદગી તરફના પરિવર્તનનો સંકેત આપે છે. લુટનિકે સોમવારે કહ્યું હતું કે એચ૧બી વિઝામાં પ્રસ્તાવિત સુધારાઓ સામેલ છે, જેમાં વર્તમાન લોટરી-આધારિત સિસ્ટમને વધુ પસંદગીયુક્ત મોડલ બદલવાનો છે.
અમે ગ્રીન કાર્ડ બદલવા જઈ રહ્યા છીએ. અમેરિકાનો નાગરિક દર વર્ષે ૭૫,૦૦૦ ડૉલરની કમાણી કરે છે, જ્યારે સરેરાશ ગ્રીન કાર્ડ અરજદારો દર વર્ષે ૬૬,૦૦૦ ડૉલર કમાય છે. પ્રસ્તાવિત ફેરફારોમાં એચ૧-બીલોટરી સિસ્ટમને દૂર કરવાનો અને વેતન-આધારિત ફાળવણી રજૂ કરવાનો ઉદ્દેશ છે, જેનો ડ્રાફ્ટ નિયમ આ મહિનાની શરુઆતમાં યુએસ આૅફિસ આૅફ ઇન્ફર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.
હાલમાં ટેક ઉદ્યોગ દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા એચ૧-બી પ્રોગ્રામમાં વાર્ષિક ૮૫,૦૦૦ વિઝાની મર્યાદા છે. દર વર્ષે રેન્ડમ લોટરી નક્કી કરે છે કે કયા નોકરીદાતાને એચ૧બી વિઝા મળશે. ૨૦૨૧માં, ડિપાર્ટમેન્ટ આૅફ હોમલૅન્ડ સિક્્યુરિટી એ ચાર સ્તરોમાં વિભાજિત વેતન સ્તરના આધારે એચ૧-બીસ્લોટ ફાળવવાનો પ્રસ્તાવ મૂક્્યો હતો.