વાર્તા સાથે વિષયાભ્યાસ: તરસ્યા કાગડાની ચતુરાઈની કે કાચબા-સસલાની વાર્તામાંથી બાળકોના વર્તનમાં સ્થિરતાની શિક્ષા

જીજાબાઈએ શિવાજીને હાલરડાંમાં રામાયણ-મહાભારતના શૂરવીરતાના પ્રસંગો વાર્તા સ્વરૂપે કહ્યા તેમાંથી પરાક્રમી વીર શિવાજીનું સર્જન થયું.
વાર્તા દ્વારા બાળકનું શ્રાવ્ય કૌશલ્ય કેળવાય છે. મનની ઊંડી તૃપ્તિ પ્રાપ્ત થાય છે. ભાવજગત અને કલ્પના શક્તિનો આવિર્ભાવ થાય છે.
આજની પેઢીને વાર્તા નામથી અજાણ રાખવામાં કદાચ અંગ્રેજી શિક્ષણનો મારો જવાબદાર છે. બાળકના જીવનમાંથી વાર્તા જ જાણે અલોપ થઇ ગઈ. વાર્તાનું સ્થાન ટીવીના કાર્ટૂને અને મોબાઈલે લઇ લીધું છે.
બાળકની કલ્પનાશક્તિને વધુ ઉંચાઈ આપવાનું કામ એક રસપ્રદ વાર્તા અને મહાપુરુષોના જીવનકથામાંથી તારવેલા કેટલાંક દ્રષ્ટાંતો પણ કરી શકે છે. તરસ્યો કાગડો અને એની કુંજામાં કાંકરા નાખવાની ચતુરાઈની વાત, કે કાચબા અને સસલાની વાર્તામાંથી વાણી અને વર્તનમાં સ્થિરતાની શિક્ષા આપવાની વાત આપણી પેઢીમાંથી કોણ ભૂલી શક્યું છે? એ કહો.
હજી પણ, આપણામાંથી દરેકને એવી હજારો વાર્તાઓ જીભના ટેરવે હશે, કેટલીક શિક્ષકે અથવા તો માતાએ કીધેલી હશે, એવું હું ચોક્કસપણે માનું છું.દરેક વાર્તામાંથી આપણને કંઈકને કાંઈક બોધ મળતો જ હશે. આજ આપણી કેળવણીની ખાસિયત છે.
પણ, હવેનું શિક્ષણ પરિણામલક્ષી બન્યું છે,એટલે વાર્તા કહીને અભ્યાસ કરાવતા શિક્ષકો ખોવાઈ ગયા છે. લોકો સ્વીકારે કે ના સ્વીકારે,વર્ગ શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે વિષયને રસપ્રદ બનાવવા માટે વાર્તા અદભુત પ્લેટફોર્મ પૂરું પાડે છે. વાર્તા કે દ્રષ્ટાંતો દ્વારા સમજાવેલા વિષયના અઘરા સવાલો કે મુદ્દાઓ પણ યાદ રાખવા સરળ બન્યા હોય એવા હજારો દાખલાઓ છે.
વિદ્યાર્થીઓને વાર્તા સાંભળવામાં રસ, રુચિ અને આનંદ અનુભવાય છે. વિદ્યાર્થી વર્ગમાં હોય ત્યારે વિષયને અનુરૂપ વાર્તા કહેવામાં આવે તો વિદ્યાર્થી શાંત ચિત્તે તમારી રજૂઆત કરવાની જે કલા છે તેને એકાગ્ર મને સાંભળશે છે.વિષયવસ્તુને વાર્તામાં વાળવું તે શિક્ષકના શિક્ષણ કાર્ય પર આધારિત છે. એક શિક્ષક શું ના કરી શકે તેના બાળકોની સમજવા ની શૈલીને ધ્યાનમાં રાખી અધ્યયન કાર્ય કરે છે. વાર્તા વિષયને સ્પષ્ટ કરે છે.
વિદ્યાર્થીને સમજવામાં ખૂબ ઉપયોગી બને છે.આ પૃથ્વી પર સૌપ્રથમ વાર્તા કહેનાર મા છે. નાના શિશુને બાલ્યઅવસ્થાએ હાલરડાં ગાતી હતી. ત્યારબાદ ત્રણ ચાર વર્ષનો બાળક થાય ત્યારે વાર્તા કહે છે. વાર્તા એટલી રસપ્રદ અને પ્રેમ પ્રવાહથી કહે કે બાળકને સાંભળવામાં અતિશય રસ પડે, બાળક શાંત ચિત્તે વાર્તા સાંભળે તેમાંથી અનેક તાર્કિક પ્રશ્નો પણ કરે. શિક્ષિકા કે માતા દ્વારા કહેવાયેલી વાર્તા ચીર સમય સ્મૃતિપટ પર રહે છે.
આજની પેઢીને વાર્તા નામથી અજાણ રાખવામાં કદાચ અંગ્રેજી શિક્ષણનો મારો જવાબદાર છે. બાળકના જીવનમાંથી વાર્તા જ જાણે અલોપ થઇ ગઈ. વાર્તાનું સ્થાન ટીવીના કાર્ટૂને લઇ લીધી છે. જેથી બાળક વધુને વધુ સ્ક્રીન સામે જોતું થયું છે. બાળકની નાજુક આંખ માટે આ સ્ક્રીન માંથી નીકળતા કિરણો ભયજનક પરિણામ લાવશે એની ખાતરી છે.
નાના બાળકને વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા એક છોકરું રિસાયું કોઠી પાછળ સંતાયુ કોઠી પડી આડી ઓ મારી માડી….., આવા શિક્ષણથી કેટલાક પ્રધાનો અને આઇ.એ.એસ થયા અને હજીયે યાદ કરી મનોમન ખુશ થાય છે. પણ, હવે, જ્યારે હજુ દૂધ પિતું થયું હોય ત્યારથી, બાળકને એ.બી.સી.ડી શીખવાડવામાં આવે છે. પ્રાણીઓના નામ કે રંગના નામ પણ અંગ્રેજીમાં બાળક બોલે એનો જ આગ્રહ રખાય છે.
હિન્દુસ્તાની પ્રજાને આપણા જ ગુજરાતીઓ અંગ્રેજી ભાષાના અનુયાયી બનાવવાનું કાર્ય કરી રહ્યા છે.જે જરૂરી નથી,પણ,તે ભાષાને શીખીને કાંઈક હજુ નવું જાણીયે,ત્યાં સુધી સીમિત રહેવું જોઈએ.માતૃભાષાનું સ્થાન સદાય સર્વોપરી રહેવું જોઈએ.
શિક્ષક કે વિદ્યાર્થીની વાર્તા રજુ કરવાની કલા, કૌશલ્યતા કે ભાવવાહિ હોવી જોઈએ.વાર્તાનો ભાવાર્થ પ્રેરણાત્મક અને બોધાત્મક હોવો જોઈએ. વાર્તાઓ વાસ્તવિકતાનું ભાન કરાવે છે.
વાર્તા નામનો સંસ્કાર આજની પેઢીને આપવા માટે શિક્ષણ વિભાગે અને કેળવણીકારોએ આગળ આવવું પડશે. આજની ભાવિ પેઢીનું ઘડતર કરવું હોય તો ઘરે અથવા શાળાએ જ્ઞાન સાથે ગમ્મત અને વાર્તા સાથેનું શિક્ષણ અચૂક આપવું પડશે. શિક્ષણ કાંટાળાજનક જ હોય એવા ખ્યાલો મોટાભાગે દરેક બાળકના મનમાં ઘર કરી ગયા હોય છે તેને રસપ્રદ બનાવવા વાર્તા, જોડકણાં કે બાળગીતોને ફરી અભ્યાસમાં લાવવા પ્રયાસ કરવા રહ્યાં.
યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાએ સો વર્ષ પહેલા ગરવી ગુજરાતની ધરતી પર મહત્વના મંચ પરથી બાળમાનસથી કેળવણી અને ઘડતરના વિચારોનો પાયો નાખ્યો હતો. બાલમંદિર અને તેનો ખ્યાલ તથા બાળમાનસની કેળવણીના ભીષ્મપિતામહ સમાન જેને જગત મુછાળી મા તરીકે ઓળખાવે છે. તેવા ગિજુભાઈ બધેકાનો જન્મદિવસ ગુજરાતમાં બાળવાર્તા દિવસ તરીકે ઉજવીને રાજ્ય સરકાર તેમને સાચી શ્રધ્ધાંજલિ આપવાનો એક પ્રયાસ કર્યો છે.
એક સદી પહેલા બાળગીતો વાર્તાઓ દ્વારા બાળકોના ઘડતરની જે વાત ગિજુભાઈ બધેકાએ કરી હતી.તેને નવી શિક્ષણ નીતિમાં પણ સામેલ કરવામાં આવી છે, તેનો આનંદ આપનાર અને બાળ કલ્યાણ કરનાર શિક્ષકો માટે ગૌરવ અને આનંદની અનુભૂતિ વ્યક્ત કરવાનો અવસર છે. બાળવાર્તા દિવસ ઉજવીને ગુજરાત સરકારે એક નવી દિશા તરફ પ્રયાણ કર્યું છે.
તેને આવકારવો જરૂરી છે.ખરેખર ત્યારે, આપણા રાજ્યમાં બાળ કેળવણી માટેનો સોનાનો સુરજ ઉગશે. બાળક વાર્તા ભૂખ્યું ન રહે તે માટેનો આ સાર્થક પ્રયાસ છે. ભારતનું ભવિષ્ય એવા બાળકોને જે બાળ વાર્તાઓ બાળગીતો ગમે છે. અને જેની કથની હવે લુપ્ત થઈ રહી છે. તેવી બાળવાર્તાઓ
વર્તમાનમાં પણ જીવંત રહે અને બાળકોના ઘડતરમાં તેનો ઉપયોગ થાય તે જરૂરી છે.
એક જવાબદાર નાગરિક અને શિક્ષક તરીકે તમને જો સવાલ પૂછવામાં આવે કે આપના બાળકને સૌથી વધુ ઉત્તમ ભેટ આપવા માગો છો તો તે શું હોઈ શકે?
રમકડાં…રંગબેરંગી કપડાં…મોબાઇલ કે ચોકલેટ….જો આનો જવાબ તમને મારી પાસેથી જોઈતું હોય તો તેનો જવાબ છે… આપનો સમય અને એક વાર્તા… હા તમે એ જ વાંચ્યું હમણાં જ મને એક શાળાના બાળકો માટે વાર્તા કહેવાનો અવસર મળ્યો.
જે મારા માટે ખૂબ ઉત્સાહ વર્ધક કરનારો અને બાળકોના નિર્દેશ પ્રેમની અનુભૂતિ કરાવનારો રહ્યો. હું એમાંથી એક પણ બાળકને વ્યક્તિગત રૂપે ઓળખતો નથી. વાર્તાકથન પૂરું થયા પછી કંઈક આવું થયું. કેટલાંક બાળકોએ જાતે વાર્તા બનાવી અને તરત કહેવા માટે ઉત્સુકતા બતાવી.
તેઓ બીજી એક વાર્તા સાંભળવા ખૂબ ઉત્સુક હતા અને તે માટે મને વિનંતી કરવા લાગ્યા. વાર્તામાં બાળકો રોમાન્સ, સાહસ કરુણા, હસી-મજાક મોઢાના હાવ ભાવ બધું જુએ અનુભવે છે. તેનાથી તે સહજ રીતે શીખે છે. વાર્તા સાંભળવાથી તે પોતાનો એક ભાવ જગત બતાવે છે. અને તેમાં કલ્પનાશક્તિ દ્વારા પોતાની વાર્તાઓ બનાવે છે .જે તેમના ભાવનાત્મક વિકાસ માટે ખૂબ ઉપયોગી છે.
વાર્તાઓ દ્વારા જીવનના મૂલ્યો અને સહજ રીતે શીખવવાનો અવસર પ્રાપ્ત થાય છે .તેને આપને આયોજનમાં અપનાવી લઈએ. વાર્તાઓ સાંભળવાથી તેઓ સંવેદનશીલ સહિષ્ણુ બને છે. શૌર્યવાન અને નિડર બને છે. બીજાને મદદ કરવાની દયા કરવાની, ચોરી નહીં કરવાની કેળવણી જેવી મૂલ્યલક્ષી બાબતો તેમજ આદર્શ ગુણો વાર્તાના કારણે બાળકોમાં કેળવાય છે. વાર્તાના લીધે કવિતાઓ જલદી યાદ રહી જાય છે. પાત્રો યાદ રાખવા વાર્તાનું વિશ્લેસણ જાણી શકાય છે.
વાર્તા દ્વારા બાળકનું શ્રાવ્ય કૌશલ્ય કેળવાય છે. મનની ઊંડી તૃપ્તિ પ્રાપ્ત થાય છે. ભાવજગત અને કલ્પના શક્તિનો આવિર્ભાવ થાય છે.
બાળકો સાથે બાળક બની જવાથી ઉત્તમ શિક્ષણ આપી શકાય છે. બાળકોના હસતા ચહેરા, સ્મિત માધુર્ય ઉત્સાહ ભર તેમનો પ્રભાવ આ પ્રભુનો પ્રસાદ સમજી તેમને કેળવવા માટે વાર્તા એક યોગ્ય અને સચોટ માર્ગ છે.
ભાષા, સામાજિક વિજ્ઞાન કે અન્ય વિષયમાં બાળકોમાં રસ રુચિ ઉભી કરવી હોય તો વાર્તાના અનુભવ સાથે રજૂઆત કરવામાં આવે તો વર્ગ સ્વર્ગ બની જાય.વાર્તા બાળકોની શક્તિનો પ્રવાહ છે. વાર્તા સાંભળવા માટે બાળક તત્પર બની જાય છે.
જીજાબાઈ શિવાજીને હાલરડાંમાં રામાયણ-મહાભારતના શૂરવીરતાના પ્રસંગો વાર્તા સ્વરૂપે કહ્યા તેમાંથી પરાક્રમી વીર શિવાજીનું સર્જન થયું. વાર્તા દરેકને ગમતી બાબત છે. વાર્તાનો હેતુ યોગ્ય હોવો જોઈએ.
નવલકથા કે નવલિકા હોય પણ વાર્તા હોય તો રસાસ્વાદ આવી જાય. વાર્તાના પ્રવાહ ભાવિ પેઢીના ઘડતરનું પ્રથમ બીજારોપણ કરી શકાય છે. વાર્તાએ હૃદયની પ્રથમ કેળવણી છે. જે બાલ્ય અવસ્થાએ વાર્તા સ્વરૂપે રજૂ કરેલી વાત વર્ષો સુધી ચિરંજીવી બની રહે છે. ચાલો મિત્રો અભ્યાસ કરાવતી વખતે વાર્તાને જીવંત શિક્ષણ સાથે જોડી દઈએ તો જ વર્ગ શિક્ષણકાર્ય અસરકારક અને ઉમદા બનશે.