Western Times News

Gujarati News

મહારાષ્ટ્ર-છત્તીસગઢની સરહદ પર એન્કાઉન્ટરમાં ચાર નક્સલીઓ ઠાર

ગઢચિરૌલી, મહારાષ્ટ્રના પૂર્વ ક્ષેત્રમાં આવેલા ગઢચિરૌલી જિલ્લામાં બુધવારે એક જૂથ અથડામણમાં ત્રણ મહિલા અને એક પુરુષ એમ ચાર નક્સલવાદી ઠાર થયા છે. આ ઘટના ગઢચિરૌલી અને છત્તીસગઢના નારાયણપુર જિલ્લાની સરહદ પાસે બની છે.

પોલીસના કહેવા મુજબ ૨૫મી ઓગસ્ટે ગુપ્ત અને વિશ્વસનીય માહિતી મળી હતી કે ગટ્ટાદલમની કંપની નંબર ૧૦ અને ગઢચિરૌલી ડિવિઝનના અન્ય નક્સલવાદી સમૂહ કોપરશી વન ક્ષેત્રમાં ઉપસ્થિત છે.

ગઢચિરૌલી પોલીસના એન્ટી નક્સલ કમાન્ડો ફોર્સ સી-૬૦ના ૧૯મા યુનિટ અને સીઆરપીએફની ટુકડીઓને ત્વરિત કાર્યવાહી માટે વન્ય ક્ષેત્રમાં મોકલવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી સતત મૂસળાધાર વરસાદ હોવા છતાં સુરક્ષા દળોની ટુકડીઓ બુધવારે સવારે જંગલમાં પહોંચી હતી. જ્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે નક્સલવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરુ કર્યું હતું.

આ દરમિયાન સુરક્ષા દળોએ પણ નકસલવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. અધિકારીઓના કહેવા મુજબ ઘટનાસ્થળ પરથી ત્રણ મહિલા અને એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ સાથે જ એસએલઆર રાઇફલ, બે ઈન્સાસ રાઇફલ અને એક .૩૦૩ રાઇફલ જપ્ત કરી છે.

આ વિસ્તારમાં હજુ પણ બાકી રહેલા નકસલીઓને શોધવા માટે શોધખોળ અભિયાન ચાલું છે.બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં બુધવારે ૩૦ નકસલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ પૈકી ૨૦ નક્સલીઓ પર કુલ મળીને રૂપિયા ૭૯ લાખની ઈનામી રકમ હતી. આત્મસમર્પણ કરનાર નકસલીઓમાં નવ મહિલા પણ સામેલ છે.

બીજાપુરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું કે આત્મસમર્પણ કરતી વખતે માઓવાદીઓએ ખોખલી માઓવાદી વિચારધારા, આદિવાસીઓ પર અત્યાચાર અને આંતરિક ઝઘડાઓથી મોહભંગ થઈને આત્મસમર્પણ કર્યું હોવાની વાત કહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.