યોગીનાં નજીકનાં સાથી કહેવાતા મહંત કૌશલેન્દ્ર ગીરી પર હુમલો
લખનૌ, ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં નજીકનાં સાથી શ્રીનાથ બાબા મઠનાં સાધુ મહંત કૌશલેન્દ્ર ગીરી પર ૩ ફેબ્રુઆરીનાં રોજ અચાનક અજાણ્યા હુમલાખોરોએ પથ્થરમારો કર્યો હતો. આ અનિચ્છનીય ઘટનામાં તેમની સ્કોર્પિયોને નુકસાન થયું છે. વળી, મહંત કૌશલેન્દ્ર ગીરીનાં સહાયક અને આશ્રમનાં પૂજારી મનોજકુમાર ઉર્ફે ટુન્ન બાબાને ઈજા થઈ હતી. બનાવની માહિતી મળતાં પોલીસ-વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
મામલો રસડા કોતવાલી વિસ્તારનાં મુન્ડેરા ગામનો છે. જણાવી દઇએ કે, મહંત કૌશલેન્દ્ર ગીરી તેના સાથીદારો સાથે એક આમંત્રણમાં સ્કોર્પિયોથી બેસવાન ગામે જઈ રહ્યા હતા. દરમિયાન, મુડેરા ગામનાં પાવર હાઉસ નજીક, લગભગ અડધો ડઝન લોકોએ તેમની કાર પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ સમય દરમિયાન, આશ્રમનાં પૂજારી ટુન્ના બાબાને ઈજા પહોંચી થઈ હતી. સહાયકોએ મહંત કૌશલેન્દ્ર ગીરીને બચાવ્યા. પથ્થરમારો કર્યા બાદ હુમલો કરનારાઓ નાસી છૂટયા હતા. મહંતે તાત્કાલિક પોલીસને જાણ કરી અને કાર્યક્રમમાં ગયા વિના તેમના આશ્રમ રસડા પરત ફર્યા. આ સાથે જ ઘટનાની જાણ થતાં જ પોલીસ-વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બદમાશોની શોધ કરી રહ્યા છે. કોતવાલીનાં પ્રભારી સુરેન્દ્રસિંહ અને સીઓ કે.પી.સિંઘ મઠ પહોંચ્યા હતા અને મહંત કૌશલેન્દ્ર ગીરી પાસેથી ઘટનાની માહિતી લીધી હતી.