Western Times News

Gujarati News

કેરલમાં 36 લાખના સોનાના દાગીના ચોરી મોરબીની ફેકટરીમાં મજૂરી કરતો હતો

કેરળ તથા કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં ચોરીઓ કરી મોરબીની ફેકટરીમાં કામ કરતો હતો માસ્ટર માઈન્ડ

ગુરુ સજન અને તેના ચાર સાગરિતોએ 9 ઓગસ્ટની વહેલી સવારે કોટ્ટાયમના માંગણમ વિસ્તારમાં થોમસના ઘરે ઘૂસી સ્ટીલની અલમારી તોડી હતી

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી ગુરુ સજનની ધરપકડ-કોટ્ટાયમ ચોરીકાંડનો માસ્ટરમાઈન્ડ ગુજરાતમાંથી ઝડપાયો

કોટ્ટાયમ (કેરળ), કેરળ પોલીસે બે અઠવાડિયાથી ચાલી રહેલી માનહન્ટ બાદ ગુજરાતના મોરબીમાંથી આંતરરાજ્ય ચોરીકાંડ ગેંગના નેતા ગુરુ સજનને ઝડપી પાડ્યો છે. આ મહિનાના પ્રારંભે કોટ્ટાયમ જિલ્લામાં એક ઘરમાં થયેલી ચોરી બાદ સજન પરિવાર સાથે ખોટી ઓળખ પરથી મોરબીની એક ફેક્ટરીમાં કામ કરી રહ્યો હતો.

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી ગુરુ સજનની ધરપકડથી પોલીસને જાણવા મળ્યું છે કે આ ગેંગે કેરળ તથા કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં ચોરીઓ અંજામ આપી હતી. Interstate robbery gang leader held in Gujarat after Kerala heist

પોલીસ મુજબ, ગુરુ સજન અને તેના ચાર સાગરિતોએ 9 ઓગસ્ટની વહેલી સવારે કોટ્ટાયમના માંગણમ વિસ્તારમાં અન્નામ્મા થોમસના ઘરે ઘૂસી સ્ટીલની અલમારી તોડી 36 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી કર્યા હતા. ચોરી સમયે પરિવારના સભ્યો હોસ્પિટલમાં હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગેંગ પરપ્રાંતીય મજૂરોના નેટવર્કનો ઉપયોગ કરી ખાલી પડેલા ઘરોની ઓળખ કરે છે અને તે માહિતી કર્ણાટક, તમિલનાડુ જેવા રાજ્યોમાં કાર્યરત આંતરરાજ્ય ચોરી ગેંગ સુધી પહોંચાડે છે.

કોટ્ટાયમ ચોરીની તપાસ દરમિયાન કેરળ પોલીસે કર્ણાટક પોલીસે પણ સહકાર માગ્યો હતો, કારણ કે આ ગેંગ ત્યાં પણ અનેક કિસ્સામાં સંડોવાયેલ હોવાનું શંકાય છે. પોલીસએ સ્થળ પરથી મળેલા અંગુઠાના નિશાન અને મોબાઇલ ફોનના આધારે તપાસ શરૂ કરી હતી. લગભગ 1,000 નંબર સ્કેન કર્યા બાદ પોલીસે ગુરુ સજન સુધી પહોંચ મેળવી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે કોટ્ટાયમની માંગણમ ચોરી 2016માં કર્ણાટકના રામદુર્ગામાં થયેલી એક ચોરી જેવી જ હતી. સ્થળ પરથી મળેલા ફિંગરપ્રિન્ટ્સ કર્ણાટક અને કેરળ બન્ને ચોરીકાંડમાં સરખા હોવાનું બહાર આવ્યું હતું. કોટ્ટાયમ અને ત્રિશૂરની ચોરીના સ્થળ પરથી પણ સમાન પ્રિન્ટ્સ મળ્યા હતા, જે એક જ ગેંગનો સંડોવાટ દર્શાવે છે.

પોલીસે જણાવ્યું કે, આરોપી અગાઉ 2016માં કર્ણાટકમાં સોનાની ચોરી અને સરકારી ખજાનાની લૂંટમાં સંડોવાયેલો હતો, જેમાંથી પિસ્તોલ સહિતના શસ્ત્રો પણ ચોરાયા હતા. ગુરુ સજન પર 2023માં અલપ્પી ખાતે ચોરી અને માંગણમ નજીક આવેલી એક વેલનેસ ક્લિનિકમાં ઘૂસખોરીના આરોપો પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.