Western Times News

Gujarati News

શ્રીલંકાના વડાપ્રધાન ૭ ફેબ્રુઆરીથી પાંચ દિવસ ભારતના પ્રવાસે

નવીદિલ્હી, શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે શુક્રવારથી પાંચ દિવસની ભારત યાત્રા પર આવશે. આ દરમિયાન તેઓ વારાણસી, સારનાથ બોધગયા અને તિરૂપતિ જઇ શકે છે. વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ મહિંદા રાજપક્ષેની આ પહેલી વિદેશ યાત્રા હશે તેમની યાત્રા દરમિયાન ભારત અને શ્રીલંકાની વચ્ચે અનેક સમજૂતિ પણ થશે આ સાથે જ બંન્ને દેશોની વચ્ચે રક્ષા, સંસ્કૃતિ અને પર્યટન,ટ્રેડ અને વર્તમાન રાજકીય સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવશે નવી શ્રીલંકાઇ સરકારના એક સભ્યથી નવીદિલ્હીમાં ત્રીજી ઉચ્ચસ્તરીય મુલાકાત પણ યોજાશે.

પોતાના પહેલા વિદેશ પ્રવાસ પર ભારત આવનાર રાજપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મંત્રણા કરશે આ પહેલા શ્રીલંકાના વિદેશ મંત્રી દિનશ ગુણાવર્ધને વિદેશ મંત્રી એસ જયશંકરની સાથે વાતચીત કરી હતી.શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે ૭થી ૧૧ ફેબ્રુઆરી સુધી ભારતની યાત્રા પર રહેશે અને આ દરમિયાન તે બંનને દેશોના વિવિધ આયામો પર વ્યાપક ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે કહ્યું હતું કે શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષ ે સાતમી ફેબ્રુઆરીએ ભારત આવશે અને તેમનો સરકારી કાર્યક્રમ આઠ ફેબ્રુઆરીથી શરૂ થશે તેમણે કહ્યું કે શ્રીલંકાના વડાપ્રધાનની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવી રહ્યું છે તેમણે કહ્યું કે રાજપક્ષે પોતાની યાત્રા દરમિયાન નરેનદ્ર મોદીની સાથે શિષ્ટમંડળ સ્તરની બેઠક કરશે મગિંદા રાજપક્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વિદેશ મંત્રી એસ જયશંકરની સાથે પણ બેઠક કરશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.