ટ્રમ્પના સ્વાસ્થ્યની અટકળો વચ્ચે જેડી વેન્સનું મોટું નિવેદન

વોશિંગ્ટન ડીસી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. જોકે, હાલ ટ્રમ્પના સ્વાસ્થ્યને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. જોકે, આ દરમિયાન ઉપપ્રમુખ જેડી વેન્સે આ અટકળોને નકારી દીધી છે અને કહ્યું કે, ‘ટ્રમ્પ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમની અંદર જબરદસ્ત ઊર્જા છે.’ નોંધનીય છે કે, ટ્રમ્પ અમેરિકાના સૌથી વૃદ્ધ પ્રમુખ છે.
જેડી વેન્સે કહ્યું કે, ‘ટ્રમ્પ ફક્ત તેમનો કાર્યકાળ પૂર્ણ જ નહીં કરે પરંતુ, ભવિષ્યમાં અમેરિકન લોકો માટે મહાન કાર્યાે પણ કરશે. ઉપપ્રમુખ તરીકે, દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું મારૂ કર્તવ્ય છે. જો મારે કોઈ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ કે દુર્ઘટનામાં જવાબદારી લેવી પડે, તો હું સંપૂર્ણપણે તૈયાર છું.’એક ઇન્ટરવ્યુમાં વેન્સે ટ્રમ્પ વિશે વાત કરતા કહ્યું કે, ‘તેઓ દિવસ-રાત મહેનત કરનારા નેતા છે.
મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, અમેરિકાના પ્રમુખનું સ્વાસ્થ્ય એકદમ સારૂ છે. તેઓ પોતાના કાર્યકાળના બાકીના ભાગને પૂરો કરશે અને અમેરિકાની જનતા માટે શાનદાર કામ કરશે.’અમેરિકાના ઇતિહાસમાં ત્રીજા સૌથી યુવા ઉપપ્રમુખ ૪૦ વર્ષીય વેન્સે કહ્યું કે, જો ટ્રમ્પને કંઈ થાય તો તેઓ અમેરિકાના પ્રમુખ બનવા માટે તૈયાર છે.
ઉપપ્રમુખ હોવાને કારણે મારે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. મને નથી લાગતું કે છેલ્લા ૨૦૦ દિવસમાં મને જે અનુભવ થયો છે તેના કરતાં વધુ સારી આૅન-ધ-જાબ ટ્રેનિંગ કોઈ હોય શકે.
જો કોઈ મોટી દુર્ઘટના બને છે, તો હું તૈયાર છું.’નોંધનીય છે કે, જો ટ્રમ્પ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે, તો તેઓ અમેરિકન ઈતિહાસના સૌથી વૃદ્ધ પ્રમુખ બનશે.
જોકે તેઓ ત્રીજા કાર્યકાળ માટે ચૂંટણી લડવા માટે લાયક નથી, ટ્રમ્પે વારંવાર સંકેત આપ્યો છે કે તેઓ ૨૦૨૮માં આ રેસમાં જોડાઈ શકે છે. આ વર્ષે જાન્યુઆરીમાં શપથ લીધા પછી, ટ્રમ્પ ૭૮ વર્ષ અને સાત મહિનાની ઉંમરે અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ બન્યા.SS1MS