મનોજ બાજપાઈની ફિલ્મ ‘જુગ્નુમા’ ૧૨ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે

મુંબઈ, રામ રેડ્ડી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘જુગ્નુમા’, જેમાં મનોજ બાજપેયી લીડ રોલમાં છે, તે ૧૨ સપ્ટેમ્બરના રોજ થિએટરમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
એક મેજિકલ છતાં વાસ્તવિક અને ડ્રામા પ્રકારની આ ફિલ્મ ગુનીત મોંગા કપૂર અને અનુરાગ કશ્યપ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રીમિયર અને રિલીઝ કરવા માટે ‘ધ ફેબલ’ નામ આપવામાં આવ્યું છે.
૮૦ના દાયકાના અંત દરમિયાનની વાત કરતી આ ફિલ્મમાં દેવ એટલે કે મનોજ બાજપાઈની વાર્તા છે, જે ભારતીય હિમાલયમાં આવેલા તેના ફળ બગીચાઓના વિશાળ એસ્ટેટમાં રહસ્યમય રીતે બળી ગયેલા વૃક્ષોની તપાસ કરે છે.
તમામ પ્રયાસો છતાં, વધુ આગ ફાટી નીકળે છે, જેના કારણે તે પોતાને અને તેના પરિવારને ખરેખર કોણ હાનિ પહોંચાડવા માગે છે તે જોવા માટે ખેંચાય છે.”આ ફિલ્મના ડિરેક્ટર રામ રેડ્ડીની બીજી ફિલ્મ છે.
તેમની પહેલી ફિલ્મ ‘રેડ્ડી’ હતી. આ સિવાય તેમની કન્નડ ફિલ્મ ‘તિથી’ને કન્નડ શ્રેણીમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.રસપ્રદ વાત એ છે કે ‘જુગ્નુમા’ બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ જેવા ફેસ્ટિવલમાં ફિલ્મના સ્ક્રીનિંગ પછી વૈશ્વિક દર્શકોને પણ પસંદ પડી છે.
આ ફિલ્મની રિલીઝ અંગે રામ રેડ્ડીએ જણાવ્યું કે, “હું આભારી છું કે તે ભારત આવતા પહેલા વિશ્વના દર્શકોને આ ફિલ્મ પસંદ પડી છે. અનુરાગ કશ્યપ અને ગુનીત મોંગા જેવા સિનેમેટિક વિઝનરી પ્રોડ્યુસર્સ તરીકે અમારી સાથે જોડાય તે એક મોટું સન્માન છે અને ફ્લિપ ફિલ્મ્સ દ્વારા તેનું વિતરણ કરવું એ પણ મારા માટે ખૂબ આનંદની વાત છે. ”
આ ફિલ્મને એક આધુનિક ક્લાસિક ફિલ્મ ગણાવતા ગુનીતે કહ્યું, “રામ રેડ્ડી આજે ભારતીય સિનેમાનાં સૌથી ઉત્તેજક અવાજોમાંના એક છે. મનોજ બાજપેયી અને અસાધારણ કલાકારો તેમના વિઝનને જીવંત બનાવે છે, આ ફિલ્મ એક આધુનિક ક્લાસિક જેવી લાગે છે.”SS1MS