ડોક્ટર્સના મત મૂજબ 70 ટકા ઘુંટણ અને ખભાની ઇજાઓ પડી જવાને કારણે થાય છે

અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદે વ્યાપક જોઇન્ટ કેર સેન્ટર અપોલો રિસ્ટોર+ લોંચ કર્યું
અમદાવાદ, 29 ઓગસ્ટ, 2025: ઘુંટણ અને ખભાની ઇજાઓ લોકોમાં સૌથી વધુ જોવા મળતી ઓર્થોપેડિક સંબંધિત સમસ્યાઓ પૈકીની એક છે તથા લગભગ 70 ટકા ઇજાઓ રોજિંદા જીવનમાં પડી જવા સંબંધિત હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદે આજે અપોલો રિસ્ટોર+*નું ઉદઘાટન કર્યું છે, જે ઘુંટણ અને ખભાની ઇજાઓનું સંકલિત નિદાન, સારવાર અને રિહેબિલિટેશન ઓફર કરતાં એક સમર્પિત કેન્દ્ર છે.
આ કેન્દ્રનું ઉદઘાટન પ્રસિદ્ધ ગુજરાતી પત્રકાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ ચેરમેન પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડ્યાએ કર્યું હતું. તેમની સાથે ગુજરાત કબડ્ડી ટીમના કૃષ્ણ પંડ્યા અને ગુજરાત ક્રિકેટ ટીમના કોચ ધ્રુવ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.
અપોલો હોસ્પિટલ્સના સીઇઓ કમાન્ડર જેલ્સન કવલક્કટે જણાવ્યું હતું કે, અપોલો રિસ્ટોર+ નિદાનથી લઇને સંપૂર્ણ રિકવરી સુધી સુવિધાજનક અને ઉત્કૃષ્ટ કેર માટે ડિઝાઇન કરાયું છે. આ પહેલ બહુપક્ષીય અને સંકલિત અભિગમ દ્વારા દર્દી માટે ઉત્તમ પરિણામો હાંસલ કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે.
અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના ઓર્થોરેડિક સર્જન ડો. કુણાલ સોનીએ કહ્યું હતું કે, માર્ગ અકસ્માતો, ઘરમાં લપસી જવું અને પડી જવાં જેવી રોજિંદી ઘટનાઓ મોટાભાગે ઘુંટણ અને ખભાની ઇજાઓ માટે કારણભૂત છે. રમત-ગમત અને જીમ સંબંધિત પ્રવૃત્તિઓમાં ઘુંટણમાં મચકોડ અને ખભાનું ડિસ્લોકેશન જોવા મળે છે.
ડો. સોનીએ ઉમેર્યું હતું કે, મોટાભાગને કેસમાં વ્યક્તિના પડી જવાથી ઇજા થતી હોય છે, પરંતુ નિયમિત ટ્રેનિંગ અને કન્ડિશનીંગને કારણે એથલિટને પહેલેથી જ અંદાજ હોય તેવી ઇજાનો સામનો કરવો પડે છે. નોન-એથલિટ ઇજાઓ મોટાભાગે રોજિંદી પ્રવૃત્તિઓ, જીવનશૈલી સંબંધિત પરિબળો અથવા અણધાર્યા સંજોગોમાં થાય છે. બીજી તરફ એથલિટ સંબંધિત ઇજાઓ કબડ્ડી, ફુટબોલ, ક્રિકેટ, બેડમિન્ટન અને જીમ પ્રવૃત્તિઓમાં થતી હોય છે.
તેમણે કહ્યું હતું કે, ઘુંટણની ઇજાઓ અને ખભાના ડિસ્લોકેશન 15-45 વર્ષના વયજૂથમાં વધુ થાય છે, જ્યારેકે ખભાની માંસપેશી અને સોફ્ટ-ટિશ્યુની ઇજાઓ 35-65 વર્ષના વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. આ ટ્રેન્ડ ઇજાના સ્વરૂપ સાથે વ્યક્તિની ઉંમર અને વ્યક્તિગત ટ્રીટમેન્ટની રણનીતિની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે.
અપોલો રિસ્ટોર+ ખાતે સારવારમાં મેડિકલ મેનેજમેન્ટ, મિનિમલી ઇન્વેઝિવ સર્જરી અને સુવ્યવસ્થિત રિહેબિલિટેશનનો સમાવેશ થાય છે. એડવાન્સ્ડ આર્થોસ્કોપી સર્જરીથી નાના ચીરા, સોફ્ટ ટિશ્યુને ઓછી ઇજા, વધુ સારા વિઝ્યુલાઇઝેશન અને ઝડપી રિકવરીથી દર્દી તેમની રોજિંદી પ્રવૃત્તિઓને ઝડપથી શરૂ કરી શકે છે.
અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે ઓર્થોપેડિક્સ અને જોઇન્ટ રિપ્લેસમેન્ટના કન્સલ્ટન્ટ ડો. જતિન વખારિયાએ કહ્યું હતું કે, રિહેબિલિટેશન માત્ર શારીરિક રિકવરી જ નહીં, પરંતુ તે વ્યક્તિના આત્મવિશ્વાસ અને મોબિલિટીને પુનઃસ્થાપિત કરે છે. અપોલો રિસ્ટોર+ દરેક વ્યક્તિને પર્સનલાઇઝ્ડ રિહેબિલિટેશનથી લાભ થાય છે, જે ટૂંકા અને લાંબાગાળાની સુખાકારી બંન્ને માટે ડિઝાઇન કરાયાં છે.
એપોલો રિસ્ટોર+ એક સંપૂર્ણ સંકલિત પ્રોગ્રામની માફક કામ કરે છે જે, તબીબી મૂલ્યાંકન, સર્જિકલ કુશળતા અને ફિઝીયોથેરાપી રિહેબિલિટેશનને એક છત નીચે લાવે છે. આ દર્દીની કાળજી સુનિશ્ચિત કરે છે તેમજ સારવાર અને સંપૂર્ણ સ્વસ્થતા વચ્ચેનું અંતર ઘટાડે છે.