દિયોદરમાં એક જ પરિવારના ૪ સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત

AI Image
(એજન્સી)બનાસકાંઠા, બનાસકાંઠાના દિયોદરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના ૪ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, ગોદા નજીક કેનાલમાં ચાર લોકોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, મહિલા, પુરુષ અને બે બાળકોએ મોતની છલાંગ લગાવીને આપઘાત કર્યો છે,
સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરુ કરાઈ છે.દિયોદરના ગોદા નજીક એક જ પરિવારના ૪ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, કેનાલમાં કૂદીને ૪ સભ્યોએ આપઘાત કર્યો છે અને આપઘાત પાછળનું કારણ અકબંધ છે, દિયોદર પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને પરિવારના અન્ય સભ્યોના પણ નિવેદન લીધા છે,
સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને પોલીસે પીએમ માટે મૃતદેહ ખસેડયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.જે પરિવારના સભ્યોએ આપઘાત કર્યો છે તેની પાછળનું સાચું કારણ હજી સામે આવ્યું નથી,
પોલીસ આ મામલે તપાસ કરી છે, અને મૃતકોના મોબાઈલ ફોન પણ પોલીસે તપાસ માટે લીધા છે, આપઘાતને લઈ પોલીસ તપાસ કરશે ત્યારે સાચુ કારણ સામે આવશે. આર્થિક સંકડામણને લઈ આપઘાત કર્યો હોઈ શકે છે.