જ્વેલર્સના શોરૂમને નિશાન બનાવી લૂંટના ઇરાદે નીકળેલા ગેંગના 4 સાગરીતો હથિયારો સાથે ઝડપાયા

AI Image
ફરિયાદ દાખલ થતાં જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને કેસની તપાસ કરતા ગણતરીના સમયમાં જ સફળતા મળી-વાપીના પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં થયેલી ૨ ઘરફોડ ચોરીના ગુનાઓને ઉકેલવામાં પોલીસને સફળતા મળી
વલસાડ , વલસાડ જિલ્લા પોલીસે ગેંગસ્ટર એક્ટમાં વોન્ટેડ યુપીની એક આંતરરાજ્ય ગેંગના ૪ સાગરીતોને બે પિસ્તોલ અને એક દેશી તમંચા સહિત ઘાતક હથિયારો સાથે ચાર આરોપીઓને દબોચ્યા છે અને વાપીના ડુંગરા અને ગીતાનગર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં થયેલી ૨ ઘરફોડ ચોરીના ગુનાઓને ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે .
ઔદ્યોગિક નગરી વાપીના ડુંગરા અને વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ ૨૧મી તારીખે બે ઘરફોડ ચોરી થઈ હતી.તસ્કરોએ બે અલગ અલગ વિસ્તારોમાં માં બે ફ્લેટ ને નિશાન બનાવી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. ફરિયાદ દાખલ થતાં જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. અને કેસની તપાસ કરતા ગણતરીના સમયમાં જ સફળતા મળી.
સૌપ્રથમ પોલીસે વાપી થી એક આરોપીની ધરપકડ કરી હતી અને તેની ધરપકડ બાદ તાત્કાલિક કાર્યવાહી કરતા ચોરીના મુદ્દામાલ સાથે ટ્રેન માં બેસી વતન યુપી ફરાર થઈ રહેલા આ ગેંગના ત્રણ સાગરીતોને મધ્યપ્રદેશ ના એક રેલ્વે સ્ટેશન નજીક રેલવે પોલીસ ની મદદ થી ઝડપી તેમને વાપી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ એલસીબી પોલીસ પોલીસના હાથે ઝડપાયેલા આરોપી શાંતિર અપરાધી છે. આરોપીઓ ગાઓસુજામા ઉર્ફે ગ્યાસુદ્દીન સુજામા, નૌશાદ સોયેબ ખાન , મોહમ્મદ જાવેદ મોહમ્મદ અફસરખાન તથા સલાઉદ્દીન ઉર્ફે સલ્લુ અનવરુદ્દીન ચીસ્તી ની પોલીસે ધરપકડ કરી છે.
વાપીના બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાથે જ ચોરીને અંજામ આપી જિલ્લાભરની પોલીસને દોડતી કરનાર આ ગેંગના સાગરીતોની ધરપકડ કરી તેમની આગવી ઢબે પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.
આરોપીઓ પાસેથી ૨ પિસ્તોલ અને ૧ દેશી તમંચા સાથે ૧૦ જીવતા કારતુસ અને ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપવામાં સફળતા મળી હતી. આ આરોપીઓ આ ઘાતક હથિયારો સાથે વાપી વિસ્તારમાં એક જ્વેલર્સના શોરૂમને નિશાન બનાવી તેમાં લૂંટ અને ધાડ કરવાના ઇરાદે નીકળ્યા હતા.
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ મૂળ યુપીની છે. અને તેમનો ગુનાહિત ભૂતકાળ પણ છે. યુપીના અનેક પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ ફરિયાદો દાખલ થઈ ચૂકી છે .તેમાંથી એક આરોપી નું યુપી પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું અને એન્કાઉન્ટરમાં તેના પગમાં ગોળી પણ વાગી હતી ..જોકે ત્યારબાદ સુધરે એ બીજા એમ આરોપીઓએ હવે ગુજરાતને ટાર્ગેટ બનાવી વાપીમાં તેમના એક મિત્ર એ તેમનો સંપર્ક કરી વાપી અને આસપાસના વિસ્તારમાં ચોરી અને લૂંટધાડ ના પ્લાનિંગ સાથે બોલાવ્યા હતા
તેમના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો ઝડપાયેલા આરોપીઓ યુપીના ગેંગસ્ટર એક્ટમાં વોન્ટેડ આંતરરાજ્ય ગેંગના સાગરીતો હોવાનું બહાર આવ્યું છે .જેઓ અગાઉથી જ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. પોલીસની આગામી તપાસમાં હજુ વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળે તેવી શક્્યતા જોવાઇ રહી છે..