પહેલા ભારતને મળવાની હતી E5 બુલેટ ટ્રેન હવે મળશે લેટેસ્ટ E10

PM મોદીની મુલાકાત પછી હવે જાપાન ભારતને આપશે એડવાંસ બુલેટ ટ્રેન -મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વધારે ગતિ મળશે
360 કિમી ઝડપે દોડશે -2 કલાકમાં અમદાવાદથી મુંબઈ- L (એલ) આકારમાં કંટ્રોલ કરવા માટે બનાવી છે. જેનાથી તે ક્યારેય ડિરેલ નહીં થાય
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન પહોંચ્યા તો બુલેટ ટ્રેનની વાત ફરી એક વાર પાટા પર આવી છે. આ તો બધા જાણે છે કે દેશની પહેલી બુલેટ ટ્રેન જાપાનની મદદથી તૈયાર થઈ રહી છે. પણ પીએમ મોદીએ અહીં બાજી મારી લીધી છે.
હાલની ડીલ અંતર્ગત જાપાને અપડેટેડ અને એડવાન્સ્ડ બુલેટ ટ્રેન આપવા પર સહમતિ વ્યક્ત કરી છે. જાપાને હવે નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીથી સજ્જ ઈ૧૦ શિંકેનસન બુલેટ ટ્રેન આપવાની વાત કહી છે. આ સહમતિ પીએમ મોદીની જાપાન યાત્રા દરમિયાન બની છે. આ દરમિયાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના ભાડાનો પણ ખુલાસો થયો છે.
PM મોદી જાપાનના પ્રમુખ સાથે ટોકિયોથી બુલેટ ટ્રેનમાં સેંડાઈ શહેર પહોંચ્યા
જાપાન સાથે આ નવો તાલમેલ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વધારે ગતિ આપશે. ૫૦૮ કિમી લાંબા આ પ્રોજેક્ટ પર વર્ષ ૨૦૧૭માં શરૂ થયો હતો. જાપાનના તત્કાલીન પીએમ શિંઝો આબે અને પીએમ મોદીએ મળીને આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તેનું પહેલું સેક્શન વર્ષ ૨૦૨૭ સુધીમાં તૈયાર થઈ જશે. જ્યારે અમદાવાદથી મુંબઈ સુધીનો આખો રૂટ ૨૦૨૮ સુધીમાં શરૂ થવાનું અનુમાન છે. બુલેટ ટ્રેન ૫૦૮ કિમીનું આ અંતર ખાલી ૨ કલાક ૭ મિનિટમાં પૂરું કરી લેશે.
ભારતીય રેલ મંત્રાલયે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે જાપાનની શિંકેનસન રેલવે સિસ્ટમ હાલમાં ઈ૫ બુલેટ ટ્રેન ચલાવે છે. જાપાનની નેક્સ્ટ જનરેશન બુલેટ ટ્રેન ઈ૧૦ છે, જેને હવે ભારતને પણ આપવા માટે રાજી થઈ ગયા છે.
માનવામાં આવે છે કે આ અપગ્રેડેડ અને એડવાન્સ્ડ ટેકનિકવાળી બુલેટ ટ્રેનને મુબઈ-અમદાવાદ રૂટ પર ચલાવવામાં આવશે. આ ટ્રેનની ખાસિયત પર એક નજર નાખીએ કે આખરે તેમાં એવી કઈ ખાસ ટેકનિક છે.
બુલેટ ટ્રેનને ૨૫૦ કિમી પ્રતિ કલાકની સ્પીડથી ચલાવવા માટે ડિઝાઈન કરવામાં આવે છે. જેના માટે ડેડિકેટેડ ટ્રેકની જરૂર હોય છે. ભારતના હાઈ સ્પીડ રેલ નેટવર્ક પણ બીજા દેશોની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેવા જ છે. તેમાં ફ્રાન્સ, ચીન, સાઉથ કોરિયા, ટર્કી, સ્પેન, જર્મની, નેધરલેન્ડ, બેÂલ્ઝયમ અને ઈટલી સામેલ છે. ભારતે પહેલા ફ્રાંસ પાસેથી જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર મદદ કરવા માટે સંપર્ક કર્યો હતો. પણ તેમણે ના પાડ્યા બાદ જાપાન આગળ આવ્યું. ભારતે પહેલા ઈ૫ સીરીઝની બુલેટ ટ્રેનોની ખરીદવાનો પ્લાન બનાવ્યો હતો, જેને હવે અપગ્રેડ કરી ઈ૧૦ કરી દીધું છે.
ઈ૧૦ બુલેટ ટ્રેનમાં એડવાંસ્ડ ટેકનિક સાથે ખાસ ડિઝાઈનનો પણ ઉપયોગ થાય છે. જાપાને ઈ૧૦ સિરીઝની નેક્સ્ટ જનરેશન બુલેટ ટ્રેનને સકૂરા એટલે કે ચેરી બ્લોસમ ફૂલના આકારમાં ડિઝાઈન કરી છે. આ ટ્રેન ભૂકંપ વિરોધી પણ હશે. તેને L આકારમાં કંટ્રોલ કરવા માટે બનાવી છે. જેનાથી તે ક્યારેય ડિરેલ નહીં થાય. હાઈ સ્પીડ છતાં તેમાં ઝટકા નહીં લાગે. ભારતને મળનારી બુલેટ ટ્રેનમાં લગેજ માટે વધારે જગ્યા પણ હશે અને વ્હીલચેર ઉપયોગ કરનારા લોકો માટે તેમાં ખાસ ડિઝાઈન બનાવી છે.
-
E5 : મહત્તમ ઝડપ લગભગ 320 કિ.મી./કલાક.
લાંબી nose design (15 મીટર જેટલી) જેથી હવાના દબાણનો અવાજ ઓછો થાય.
-
-
વધુ શાંતિપૂર્ણ મુસાફરી અને energy-efficient ટેક્નોલોજી.
-
Gran Class જેવી લક્ઝરી કોચ સુવિધાઓ.
સામાન્ય બેઠક, ગ્રીન ક્લાસ (બિઝનેસ), અને Gran Class (ફર્સ્ટ ક્લાસ જેવી સુવિધાઓ).
-
-
E10 :
- E10 : કોન્સેપ્ટ મુજબ 360 કિ.મી./કલાક કે તેથી વધુ ગતિ માટે ડિઝાઇન થવાની સંભાવના.
-
હજી કાગળ પરનું મોડેલ છે, પરંતુ વધુ અદ્યતન એરોડાયનામિક ડિઝાઇન,
ઓછી ઉર્જા વપરાશ અને વધુ આરામદાયક સુવિધાઓ ઉમેરવાની યોજના. - અપેક્ષા છે કે વધુ સ્માર્ટ ટેક્નોલોજી, આરામદાયક બેઠક, કનેક્ટિવિટી અને સલામતી પર વધુ ભાર મૂકવામાં આવશે.
-
E5 હાલની જનરેશનની સર્વિસમાં ચાલતી બુલેટ ટ્રેન છે (320 km/h).
-
E10 ભવિષ્યની નવી જનરેશનની ટ્રેન છે, જે હજી પ્રોટોટાઇપ/કોન્સેપ્ટ સ્તરે છે અને વધુ સ્પીડ (360+ km/h) અને ટેક્નોલોજી માટે વિકસાવવામાં આવશે.