Western Times News

Gujarati News

લિવરને શરીર બહાર એક અઠવાડિયા સુધી જીવતું રાખી શકાશે

જયૂરિચ, વિશ્વમાં લાખો લોકો કિડની, લિવર જેવા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોઇ રહયા છે. માનવના ઓર્ગન બનાવી શકાતા નથી આથી મૃતકના સગા અંગદાન આપીને બીજાનું જીવન બચાવે એ જ માત્ર ઉપાય છે પરંતુ અંગદાન અંગે જાગૃતિ જોવા મળતી નથી બીજું કે ઓર્ગન મળે તો પણ લાંબા સમય સુધી સાચવી શકાતા નથી. આથી ચોકકસ સમય મર્યાદામાં ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ થઇ શકતું નથી. જો કે હવે લિવર જેવા મહત્વના ઓર્ગનને એક અઠવાડિયા સુધી સંગ્રહ કરી શકાય તેવા મશીનની શોધ થઇ હોવાનો દાવો કરવામાં આવી રહયો છે.

આ મશીન તૈયાર કરવામાં સ્વિત્ઝર્લેન્ડના ઇટીએચ જયૂરિખના સંશોધકોને આ સફળતા મળી છે. આથી બગડી ગયેલા લિવરને બહાર રાખીને પણ તેની સર્જરી કરવી શકય બનશે. આ સંશોધનથી અંગ ટ્રાન્સપ્લાન્ટ માટે વધુ સમય મળતો હોવાથી વધુ દર્દીઓને નવ જીવન આપી શકાશે. પત્રિકા નેચર બાયો ટેકનોલોજીમાં પ્રકાશિત વિગતો મુજબ અંગો સાચવી રાખતું મશીન પરફયૂઝન પ્રણાલી પર કાર્ય કરે છે. આ સંશોધન જીવ વિજ્ઞાનીઓ,એન્જીનિયર્સની ટીમની ૪ વર્ષની મહેનતનું પરીણામ છે. ૨૦૧૫માં અંગ સાચવવા માટે મશીનની શોધનું કાર્ય શરુ થયું ત્યારે ૧૨ કલાક સુધી લિવર જેવા અંગને સાચવી શકાય એવું નકકી કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં ધાર્યા કરતા ખૂબજ ઉંચી સફળતા મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.