ચીનનો આક્ષેપ: વાઈરસનો આખા વિશ્વમાં ડર ફેલાવાનું કામ અમેરિકાએ કર્યું
બેઇજિંગ, વિશ્વભરમાં વાઈરસનો ડર ફેલાયો છે, તેની પાછળ ચીને અમેરિકાને જવાબદાર ઠેરવ્યું હતું. ચીને કહ્યું હતુ કે અમેરિકાએ ચીનના પ્રવાસ પર પ્રતિબંધ મુક્યો, પ્રવાસીઓને મનાઈ ફરમાવી, ચીનમાં રહેલા અમેરિકી નાગરિકોને તેડાવવા ખાસ વિમાન મોકલ્યાં. આ બધી પ્રવૃત્તિથી દુનિયામાં ડરનો માહોલ ઉભો થયો છે. અમેરિકાના બે જવાબદાર પગલાંને કારણે દુનિયાના દેશો અને નાગરિકો ડરવા લાગ્યો હોવાનો ચીને આક્ષેપ કર્યો હતો.
અમેરિકાએ એવો પણ આદેશ કર્યો છે કે જે પ્રવાસીઓ ચીન જઈને આવ્યા હોય એ અત્યારે ૧૪ દિવસ સુધી અમેરિકામાં ન આવે. અમેરિકાએ આ પ્રકારનો આદેશ ૫૦ વર્ષમાં પહેલી વખત આપ્યો છે. અમેરિકા ઉપરાંત અનેક દેશોએે ચીન સાથેની અવર-જવર પર પ્રતિબંધ મુક્યો છે અથવા તો મર્યાદિત કરી દીધી છે. માટે ચીનની ચોતરફ નાલેશી થઈ રહી છે. કોરોનાનો ચેપ ન લાગે એ માટે મોઢે માસ્ક પહેરવું અનિવાર્ય છે. કમનસિબે જરૂરિયાતના સમયે જ ચીનમાં માસ્કની અછત ઉભી થઈ છે. અનેક પ્રકારની ચીજ-વસ્તુઓનું જથ્થાબંધ ઉત્પાદન કરી વિવિધ દેશોના માર્કેટમાં ઠાલવવા માટે ચીન બદનામ થયેલો દેશ છે. પરંતુ એ ચીન જરૂરિયાતના સમયે પોતાના માસ્ક ઉત્પાદિત કરી શકતું નથી. ચીનની રોજની ક્ષમતા માંડ ૨ કરોડ માસ્ક ઉત્પાદિત કરવાની છે, જ્યારે ચીનની વસતી ૧૪૦ અબજથી વધારે છે.
દક્ષિણ કોરિયા, જાપાન, કઝાખસ્તાન, હંગેરી વગેરે દેશોએ ચીનને માસ્ક ડાનેટ કર્યા છે. દરમિયાન ચીનના કેટલાક વિસ્તારોમાં ડ્રોન દ્વારા લોકોને માસ્ક પહેરવાની સલાહ અપાતી હોવાનો વિડીયો વાઈરલ થયો હતો. વિડીયોમાં એક વૃદ્ધ મહિલા ઉપર ડ્રોન હેલિકોપ્ટરની માફક સ્થિર થઈને ઉડી રહ્યું છે. એ ડ્રોનમાંથી રેડિયો એનાઉન્સમેન્ટ થતું હોય એમ એનાઉન્સમેન્ટ થાય છે કે વાઈરસથી બચવા માસ્ક પહેરી લો.