Western Times News

Gujarati News

ગોવિંદાની પત્ની સુનિતા સાથે ફરાહ ખાન નવો ટેલેન્ટ શો શરૂ કરશે

આ પહેલાં ફરાહ ખાન ઘણી ફિલ્મમાં ગીતો કોરિયોગ્રાફ કરી ચુકી છે

ફરાહ ખાને તેની યુટ્યુબ ચેનલ પર શો લોન્ચ કર્યાે છે, જે તમામ ઉંમરની મહિલાઓને મંચ આપશે

મુંબઈ, ફિલ્મ ડિરેક્ટર, કોરિયોગ્રાફર અને યુટ્યુબ સ્ટાર ફરાહ ખાને તેનો પ્રોજેક્ટ લોંચ કર્યાે છેઃ ‘આંટી કિસકો બોલા’ નામનો એક વિચિત્ર, મનોરંજક ટેલેન્ટ શો. આ શો સંપૂર્ણપણે પ્રતિભા ધરાવતી મહિલાઓને મંચ આપવા માટે છે, પછી ભલે તે કોઈ પણ ઉંમરની હોય. આ શો ફરાહની તેની યુટ્યુબ ચેનલ પર પ્રીમિયર થશે. ઇન્સ્ટાગ્રામ પર શોની જાહેરાત કરતી વખતે, ફરાહે તેના ભાઈ, ફિલ્મ નિર્માતા સાજિદ ખાન અને ગોવિંદાની પત્ની સુનિતા આહુજાને પ્રથમ ગેસ્ટ જજ તરીકે દર્શાવતી એક ટીઝર ક્લિપ શેર કરી.

તેની ટેક્સ્ટમાં લખ્યું હતું, “ભવ્ય ટેલેન્ટ શોમાં આપનું સ્વાગત છે… ભારતના નંબર ૧ આંટી માટે શોધ. ફક્ત આંટીઓ માટે એક ટેલેન્ટ શો. હુનર કી કોઈ ઉંમર નહીં હોતી (પ્રતિભાની કોઈ ઉંમર નથી)”. ફરાહે પોસ્ટને કેપ્શન આપ્યું હતું, “કાલે!! મારી ચેનલ પર અમારો નવો શો… આન્ટી કિસકો બોલા.. દરેક મહિલામાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે અમારા પહેલા જજ બનવા બદલ આભાર સાજિદ ખાન અને સુનિતા આહુજા. અને એક ખાસ મહેમાન ભૂમિકા પણ છે…”

આ શોમાં દર અઠવાડિયે અલગ અલગ ગેસ્ટ જજ હશે અને તે મહિલાઓની પ્રતિભાઓને ઉજાગર કરશે, જે ઘણીવાર લાઈમલાઈટમાં નથી આવતી.આ પહેલાં ફરાહ ખાન ઘણી ફિલ્મમાં ગીતો કોરિયોગ્રાફ કરી ચુકી છે, તેણે ફિલ્મ પણ ડિરેક્ટ કરી છે અને બેથી વધુ ફિલ્મમાં એક્ટિંગ પણ કરી છે. તે ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળી છે, છેલ્લાં કેટલાંક સમયથી તે પોતાનાં કૂક દિલીપ સાથે વ્લોગ બનાવે છે અને સેલેબ્રિટીઝના ઘેર જઇને નવી નવી વાનગીઓ જમે છે અને શીખે છે. તેના આ વ્લોગની સિરીઝ લોકપ્રિય થયા પછી તેણે હવે આ શોની શરૂઆત કરી છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.