પરમ સુંદરી’એ પહેલા જ દિવસે સિદ્ધાર્થ મલ્હાત્રાની ૮ મોટી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

આ ફિલ્મ ૪૦-૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે
‘યોદ્ધા’ પછી સિદ્ધાર્થ મલ્હાત્રા અને ‘દેવરા પાર્ટ ૧’ પછી જાહ્નવી કપૂર તેમની લવ સ્ટોરી ફિલ્મ દ્વારા ચાહકો સમક્ષ એકસાથે આવ્યા છે
મુંબઈ, ‘સ્ત્રી ૨’ જેવી હોરર કોમેડી ફિલ્મો આપનાર પ્રોડક્શન હાઉસ મેડોક ફિલ્મ્સે થોડા દિવસો પહેલા જ જોન અબ્રાહમની ‘તેહરાન’ ઓટીટી પર રિલીઝ કરી હતી. હવે આ બેનર ૨૯ ઓગસ્ટે સિદ્ધાર્થ મલ્હાત્રા અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘પરમ સુંદરી’ સાથે સિનેમાઘરોમાં આવ્યું છે.‘યોદ્ધા’ પછી સિદ્ધાર્થ મલ્હાત્રા અને ‘દેવરા પાર્ટ ૧’ પછી જાહ્નવી કપૂર તેમની લવ સ્ટોરી ફિલ્મ દ્વારા ચાહકો સમક્ષ એકસાથે આવ્યા છે.
એક અહેવાલ અનુસાર, ફિલ્મે શરૂઆતના દિવસે સવારે ૧૦ઃ૪૦ વાગ્યા સુધી ૭.૨૫ કરોડ રૂપિયા કલેક્શન કર્યા છે.ફિલ્મ ‘પરમ સુંદરી’ એ શરૂઆતના દિવસના કલેક્શનના સંદર્ભમાં સિદ્ધાર્થ મલ્હાત્રાની આ ફિલ્મોને પાછળ છોડી દીધી છે.જબરિયા જોડી- ૨.૭૦ કરોડ, એ જેન્ટલમેન- ૪.૦૪ કરોડ, ઇત્તેફાક- ૪.૦૫ કરોડ, યોદ્ધા- ૪.૨૫ કરોડ, હસી તો ફાસી- ૪.૬૫ કરોડની કમાણી પહેલા દિવસે કરી હતી.
આ ફિલ્મે ઉપરોક્ત ફિલ્મોના કલેક્શનને તોડી નાખ્યું એટલું જ નહીં, પરંતુ અંતિમ ડેટા બહાર આવ્યા પછી ‘બાર બાર દેખો’ (૬.૮૧ કરોડ), ‘કપૂર એન્ડ સન્સ’ (૬.૮૫ કરોડ) અને ‘મરજાવાં’ (૭.૦૩ કરોડ) ના રેકોર્ડ પણ તોડી નાખ્યા.આ ફિલ્મ ૪૦-૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન તુષાર જલોટા દ્વારા કરવામાં આવ્યું છે.ss1