શિલ્પા શિરોડકર તેલુગુ ફિલ્મ ‘જટાધારા’થી કમબેક કરશે

‘જટાધરા’નું ટીઝર આ મહિનાની શરૂઆતમાં રિલીઝ થયું હતું
વેંકટ કલ્યાણ અને અભિષેક જયસ્વાલ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘જટાધરા’માં સુધીર બાબુ અને સોનાક્ષી સિંહા પણ મહત્વની ભૂમિકામાં છે
મુંબઈ,વેંકટ કલ્યાણ અને અભિષેક જયસ્વાલની આગામી ફિલ્મ ‘જટાધરા’માંથી એક નવા પાત્રનું પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં બિગ બોસ સીઝન ૧૮માં સ્પર્ધક રહેલી ભૂતપૂર્વ એક્ટ્રેસ શિલ્પા શિરોડકર લોભથી પ્રેરિત યોગિની (તંત્રની સ્ત્રી સાધક) તરીકે થયો છે. પોસ્ટરમાં દેખાય છે કે શિલ્પા આ ફિલ્મમાં યોગિનીની ભૂમિકા ભજવે છે. તેણે કાળી સાડી પહેરેલી છે અને હવનના કૂંડ સામે બેઠી છે, તેનું મોં પહોળું છે અને જીભ બહાર નીકળી રહી છે. નિર્માતાઓએ ગુરુવારે પોસ્ટર શેર કર્યું હતું જેમાં કેપ્શન આપવામાં આવ્યું હતુંઃ ‘તે ફક્ત લોભ ધરાવતી જ નથી પણ તે લોભને નવી વ્યાખ્યા આપશે.
શિલ્પા શિરોડકરને શોભા તરીકે રજૂ કરી રહ્યા છીએ.” ૧૯૯૨માં આવેલી મોહન બાબુ અભિનીત ‘બ્રહ્મા’ પછી શિલ્પાની આ બીજી તેલુગુ ફિલ્મ છે, જે ત્રણ દાયકા પછી આ ભાષામાં તેનું કમબૅક દર્શાવે છે.ફિલ્મ વિશે વાત કરતાં શિલ્પાએ કહ્યું, “જટાધરાનો ભાગ બનવાનો મને ખૂબ આનંદ અને રોમાંચ છે. આ એક એવી ફિલ્મ છે જે ચોક્કસપણે દર્શકોને એક અલૌકિક અને રહસ્યમય સફર પર લઈ જશે! તેમાં ઓલૌકિક, અદભુત દ્રશ્યો અને એક વાર્તા છે જે ચોક્કસપણે તમારા બધા પર અસર કરશે!” તેણીએ ઉમેર્યું, “મારું પાત્ર, શોભા, ખૂબ જ શક્તિશાળી છે.
તે ખૂબ જ જટિલ અને રસપ્રદ છે. મેં આ પાત્રને જીવંત બનાવવા માટે મારા મન અને આત્માનો ઉપયોગ કર્યાે છે અને હું દરેક વ્યક્તિ તેને સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત છું!” ‘જટાધરા’નું ટીઝર આ મહિનાની શરૂઆતમાં રિલીઝ થયું હતું. એક મિનિટ ૧૨-સેકન્ડની ક્લિપમાં સુધીર બાબુને બલિદાનથી જન્મેલા શક્તિશાળી માણસ તરીકે દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે સોનાક્ષી સિંહા, તેના તેલુગુ ડેબ્યૂમાં, લોભથી સર્જાયેલી રહસ્યમય વ્યક્તિ તરીકે ક્યારેય ન જોયેલા અવતારમાં દેખાઈ હતી.
ટીઝરમાં બંને વચ્ચે ઘેરા અલૌકિક સંઘર્ષનો સંકેત આપવામાં આવ્યો હતો.જટાધરામાં દિવ્યા ખોસલા, રવિ પ્રકાશ, ઈન્દિરા કૃષ્ણન, નવીન નેની, શ્રેયા શર્મા, સુભાલેખા સુધાકર અને રાજીવ કનકલા પણ છે. શિલ્પા ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકાના અંતમાં હિન્દી ફિલ્મોમાં લોકપ્રિય ચહેરો હતી. તે તાજેતરમાં જ બિગ બોસ ૧૮ દ્વારા લાઈમલાઈટમાં પાછી આવી હતી, જ્યાં તે વિવિયન ડીસેના, કરણ વીર મેહરા, ચમ દરંગ, નાયરા બેનર્જી, મુસ્કાન બામને અને એલિસ કૌશિક સાથે જોવા મળી હતી. તે છેલ્લે ૨૦૨૦માં આવેલી ફિલ્મ ગન્સ ઓફ બનારસમાં જોવા મળી હતી. ss1