Western Times News

Gujarati News

ભારતે દોસ્તી નિભાવી: અફઘાનિસ્તાનમાં ૧૫ ટન ખાદ્ય સામગ્રી મોકલી

અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી, ૮૦૦થી વધુના મોત

(એજન્સી)કાબુલ, અફઘાનિસ્તાનમાં રવિવારે મોડી રાતના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની તીવ્રતા પાકિસ્તાન અને ભારત સુધી અનુભવાઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ અત્યાર સુધી ૮૦૦થી વધુ લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.જયારે અનેક લોકો ઘાયલ થયા છે.

India extends humanitarian assistance to Afghanistan in the wake of earthquake.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૩ ની નોંધાઈ હતી. તેની બાદ અન્ય બે આંચકા અનુભવાયા હતા.ભૂકંપ બાદ લોકો હજુ પણ ભયમાં છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે ભૂકંપથી ભારે નુકસાન થયું છે. ભૂકંપની અસર અફઘાનિસ્તાનમાં ઘણી જગ્યાએ જોવા મળી હતી.

યુએસ જિયોલોજિકલના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના બસાવુલથી આશરે ૩૬ કિલોમીટર દૂર હતું.તેમજ મળતી માહિતી મુજબ અત્યાર સુધી ૮૦૦થી વધુ લોકોના મોતની આશંકા છે. જયારે અનેક લોકો ઘાયલ થયા છે.તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ રવિવારે રાતના ૧૨.૪૭ વાગ્યાના સુમારે પહેલો આંચકો નોંધવામાં આવ્યો હતો.

ભૂકંપની તીવ્રતા ૬ રિકટર સ્કેલની હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદર ૧૬૦ કિલોમીટર નીચે હતું. એના પછી ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.જેમાં રવિવારે રાત્રે ૧૨.૪૭ વાગ્યે ૬.૦૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. એના પછી બીજો આંચકો રાતના ૧.૦૮ વાગ્યે ૪.૦૭ની તીવ્રતાનો ભૂકંપ. એના પછી રાતના ૧.૫૯ વાગ્યે ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ. ઉપરાત, રાતના ૩.૦૩ વાગ્યે ૫ની તીવ્રતાનો ભૂકંપ. સોમવારે સવારે ૫.૧૬ વાગ્યે ૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અફઘાનિસ્તાનમાં ઓક્ટોબર ૨૦૨૩માં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં ૪,૦૦૦ લોકોના મોત થયા હતા.

અફઘાનિસ્તાનના પૂર્વી વિસ્તારમાં રવિવાર મોડી રાતે આવેલા ૬.૦ તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી છે. તાજા આંકડા અનુસાર, અત્યાર સુધીમાં ૮૦૦થી વધારે લોકોના મોત થઈ ચૂક્્યા છે, જ્યારે ૨૫૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે. પ્રભાવિત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય યુદ્ધસ્તર પર ચાલી રહ્યું છે, પણ સ્થિતિ ખૂબ જ ગંભીર છે.

અફઘાનિસ્તાનમાં આવી પડેલી આ કટોકટીમાં ભારતે તરત મદદ કરવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે સોમવારે અફઘાનના વિદેશ મંત્રી મૌલવી આમિર ખાન મુત્તાકી સાથે વાત કરી અને વિશ્વાસ અપાવ્યો કે, ભારત આ કપરા સમયમાં અફઘાની જનતા સાથે ઊભું છે.

જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાત કરી, ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ભારતે  કાબુલમાં ૧૦૦૦ પારિવારિક ટેન્ટ પહોંચાડ્યા છે. ભારતીય મિશન દ્વારા કાબુલમાં કુનાર માટે ૧૫ ટન ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી રહી છે. ભારતમાંથી રાહત સામગ્રી કાલે રવાના થશે. ઘાયલો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. ભારત દરેક સ્થિતિમાં અફઘાનિસ્તાન સાથે ઊભું છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ભૂકંપ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.