Western Times News

Gujarati News

અમદાવાદમાં કોલેરાના ૧૦૦ કેસ: કમળા અને ડેન્ગ્યુના કેસમાં પણ ચિંતાજનક હદે વધારો

AI Image

(પ્રતિનિધી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણી અને મચ્છર જન્ય રોગચાળો બે કાબુ બની રહ્યો છે શહેરમાં કોલેરાના કેસની સંખ્યા સોએ પહોચી ગઈ છે. જ્યારે કમળાના બે હજાર કરતા વધારે કેસ કન્મફર્મ થયા છે આ ઉપરાંત ડેન્ગ્યુ ચીકનગુનિયા, ઝાડા ઉલ્ટીના રોગમાં સતત વધી રહ્યા છે. જેને નિંયત્રણમાં લેવા આરોગ્ય અધિકારીઓ નિષ્ફળ સાબીત થઈ રહ્યા છે.

અમદાવાદ શહેરમાં કોલેરાના ૧૦૦ કેસ નોંધાયા છે ૨૦૨૪ના સમગ્ર વર્ષ દરમિયાન કોલેરાના ૨૦૫ પાંચ કેસ નોંધાયા હતા તેમ છતાં આરોગ્ય અધિકારીઓ નિંદ્રાધીન રહેતા કેસની સંખ્યા સતત વધી રહી છે કોલેરા ઉપરાંત ઝાડા ઉલટી, કમળો અને ટાયફોઈડના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શહેરના વટવા વિસ્તારમાં વિસ્તારમાંમ કોલેરાના ૧૦ અને લાંભામાં ૧૧ કેસ નોંધાયા છે.

પશ્ચિમ ઝોનમાં કોલેરાના કુલ ૫૧ કેસ કન્ફર્મ થયા છે. તેવી જ રીતે બહેરામપુરામાં કમળાના ૩૧૪, વટવામાં ૬૪, ગોમતીપુરમાં ૧૧૦ જમાલપુરમાં ૧૧૩ શાહપુરમાં ૧૦૬ અને લાંભામાં ૮૧ કેસ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં કમળાના ૭૮૦ કેસ કન્ફર્મ થયા છે. ચાલુ વર્ષ દરમિયાન ટાઈફોઈડના ૩૨૧૭ અને ઝાડા ઉલટીના ૫૧૦૬ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષ દરમિયાન પાણીના ૫૪૦૦૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી ૪૭૦ સેમ્પલ અનફીટ સાબીત થયા છે.

અમદાવાદ શહેરમાં ૨૦૨૫ના વર્ષ દરમિયાન ૩૧ ઓગષ્ટ સુધી ડેન્ગ્યુના ૬૯૧, ચીકનગુનિયાના ૧૭, ઝેરી મેલેરીયાના ૮૮ અને સાદા મેલેરીયાના ૫૫૧ કેસ નોંધાયા છે.
શહેરના મધ્યઝોનમાં ડેન્ગ્યુના ૫૮, પશ્ચિમ ઝોનમં ૧૧૫ ઉત્તરમાં ૧૨૪, દક્ષિણમાં ૧૧૭ ઉત્તર પશ્ચિમમાં ૭૯ દ.પશ્ચિમ ૫૭ કેસ નોંધાયા છે. મચ્છર જન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ફોગીંગ માટે કરોડો રૂપિયાના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. પરંતુ ફોગીંગની કામગીરી હજુ સુધી અસરકારક સાબીત થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.