Western Times News

Gujarati News

ફર્મ-પેઢી કે કંપનીના ડાયરેકટરને સાણંદ મામલતદારે આ કારણસર આપી નોટીસ

file

ખોટી રીતે સરકારી રાશન મેળવતા ૧૧ર૬ વ્યકિતઓને સાણંદ મામલતદારની નોટીસ

(એજન્સી)આણંદ, કેન્દ્ર સરકારના અન્ન નાગરીક અને પુરવઠા વિભાગે જારી કરેલા ડેટા મુજબ પાત્રતા ન ધરાવતા હોવા છતાં સરકારી રાશનનો લાભ મેળવતા ૧૧ર૬ વ્યકિતને સાણંદ મામલતદાર દ્વારા નોટીસ જાહેર કરીને સાત દીવસમાં પુરવઠા વિભાગમાં ખુલાસો કરવા તાકીદ કરાઈ છે.

નોટીસો મેળવનારમાં ૩૩ વ્યકિતઓ નાની મોટી ફર્મ અને કંપનીના ડીરેકટરો છે. તો ૭૧૩ વ્યકિતઓ છ લાખથી વધુની વાર્ષિક આવક ધરાવે છે. આ ઉપરાંત ૭ વ્યકિતઓના જીએસટી નંબર પરથી રપ લાખથી વધુનું ટર્નઓવર કરતા હોવાનું પણ બહાર આવ્યું છતાં સરકારી રાશનનો લાભ મેળવે છે. આ તમામે હવે સરકારી રાશન ઓકવું પડે તેવી નોબત આવી છે.

કેન્દ્ર સરકારના અન્ન નાગરીક અને પુરવઠા વિભાગ દ્વારા પરીપત્ર જાહેર કરીને ખોટીરીતે સરકારી રાશનનો લાભ લેતા કાર્ડ ધારકો અને ભકિતઓની ઓળખ જાહેર થઈ છે કેન્દ્ર સરકાર દ્વારા આરસીએમએસ પોર્ટલ પર આ યાદી સાથેનો ડેટા રાજયના તમામ જીલ્લા અને તાલુકામાં મોકલી અપાયો છે. સાણંદ મામલતદાર સી.એલ. સુતરીયાએ આ ડેટાના આધારે ૧૧ર૬ વ્યકિતઓને નોટીસો મોકલી છે.

જેમાં છ લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા હોય અને સરકારે રાશનનો લાભ મેળતા વ્યકિતઓનો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેક્ષીસ સીબીડીટી દ્વારા ડેટા જાહેર કરાયો છે. સાણંદ તાલુકામાં આવા ૭૧૩ વ્યકિતઓ છે. જેઓની વાર્ષિક આવક છ લાખથી વધુ હોવાનું ધ્યાને આવ્યું છે. અને તેનો છ લખથી વધુની આવકનું ઈન્કમટેક્ષ રીટર્ન ભરે છે.

સરકારના ઠરાવની જોગવાઈને ધ્યાને લઈને આવા વ્યકિતને અન્ય સલામતી કાયદો ર૦૧૩ અન્યે એનએફએસએ રાશન કાર્ડમાંથી કાયદો બાકાત કેમ ન કરવા તે અંગની નોટીસ ઈસ્યુ કરશીને પુરવઠા વિભાગમાં સાત દિવસમાં પુરાવા સાથે હાજર રહેવા ઉલ્લેખ કરાયો છે. જો નોટીસધારકો જવાબ રજુ નહી કરે તો નિયમ અનુસાર કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત સાણંદ તાલુકાના ૩૭૩ એનએફએસના કાર્ડધારકોએવા છે કે જેમણે ૬ કે ૧ર મહીનાથી અનાજ લીધુ નથી.

એવાને પણ નોટીસ ઈસ્યુ કરીને જો ૭ દિવસમાં પુરવઠા કચેરીઅ ખાતે ઈ-કેવાયસી નહી કરાવે તો તેમને અનાજ લેવું નથી તેમ માનીને રાશનનો એનઓએન-એનએફએસ એ કરવામાં આવશે તેવી તાકીદ પણ કરાઈ છે. આ ઉપરાંત એવી ૩૩ વ્યકિત છે. જેઓ નાની મોટી ફર્મ-પેઢી કે કંપનીના ડાયરેકટર છે. છતાં સરકારી અનાજનો લાભ લઈ રહયા છે. આવી વ્યકિતનો ડેટા પણ મીનીસ્ટ્રી કોર્પોરેટ અફેસે એમસીએ દ્વારા બહાર આવ્યો છે.

આવા તમામના કાર્ડ એનઓએન-એનએફએસ એ કેમ ન કરવા તે અંગે સાત દિવસમાં ખુલાસો કરવા નોટીસ અપાઈ છે. તો સાણંદ તાલુકામાં એવી સાત વ્યકિત છે. જેઓએ જીએસટી નંબર ધરાવે છે અને વર્ષે રપ લાખથી પણ સરકારી અનાજ મેળવી રહયા છે. આ તમામને ૭ દીવસમાં ખુલાસો કરવા નોટીસ મોકલાઈ છે.

પુરવઠા મામલતદાર શાકીબા શેખે જણાવયું હતુંકે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ર૦૧૩ અંતર્ગત વર્ષ ર૦ર૪ ના ઠરાવ મુજબ જે પરીવારની વાર્ષિક આવક ર.૪૦ લાખથી ઓછી હોય. તે જ જે પરીવાર પિયત પાંચ એકર અને બીનપીયત ૭.પ એકરની વધુ જમીન ધરાવે છે. તેવા કાર્ડઘારકો પણ સરકારી અનાજ મેળવાવને પાત્ર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.