મચ્છી માર્કેટ બંધ કરવાની નોટિસ મળતા ધંધાર્થીઓ દોડતાં થયા

પ્રતિકાત્મક
નગરપાલિકા વૈકÂલ્પક વ્યવસ્થા નહીં કરે તો કોર્ટ કાર્યવાહીની ચીમકી
કેશોદ, કેશોદ નગરપાલિકા દ્વારા હિન્દુ સ્મશાન રોડ પર ચાલતાં ગેરકાયદેસર કતલખા બંધ કરાવવા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સમક્ષ કેસ દાખલ કર્યા પછી હિન્દુ સ્મશાન પાસે ટીલોળી નદીમાં ચાલતી મચ્છી માર્કેટ બંધ કરવા નોટિસ આપવામાં આવતા મચ્છીના વેપાર સાથે સંકળાયેલા ધંધાર્થી ભાઈઓ બહેનો લેખિતમાં આવેદનપત્ર આપવા નગરપાલિાક કચેરીએ આવી પહોચ્યા હતા.
ધંધાર્થીઓએ રજુઆત કરી હતી કે ટીલોળી નદીમાં છેલ્લા ત્રીસ વર્ષથી ધંધો કરીએ છીએ, વૈકÂલ્પક વ્યવસ્થા કરવામાં અઇાવે નહીં ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવે કેશોદ નગરપાલિકા દ્વારા વૈકÂલ્પક વ્યવસ્થા કરવામાં આવશે નહીં તો કોર્ટ કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.
કેશોદના ટીલોળી નદીમાં ઓટલા બનાવી, ઝુંપડા બાંધી મચ્છી વેચતાં લોકો પાસે માંગરોળ મ્યુનિસિપાલટી અને મેરી ટાઈમ બોર્ડના મચ્છી વેચતાહોવાના ઓળખકાર્ડ છે જ્યારે કેશોદ નગરપાલિકા દ્વારા કોઈ પ્રકારનું જગ્યાનું ભાડી લેવામાં આવતી નથી કે કેશોદ નગરપાલિકા દ્વારા કોઈ પ્રકારની પરવાનગી આપવામાં આવી હોવાનું ધ્યાને આવતું નથી.
નગરપાલિકા દ્વારા હિન્દુ સ્મશાન રોડ પર કાર્યવાહી હાથ ધરવામાં આવતાં અધિકારીઓ કર્મચારીઓને માંગરોળના આગેવાનો પદાધિકારીઓ હુકમની શૈલીમાં કામગીરી ન કરવા ટેલિફોનિક સુચના આપતા હોવાનું જામવા મળ્યું છે.ધારાસભ્ય દેવાભાઈ માલમના પ્રયત્નોથી પુર સંરક્ષણ દિવાલ બનાવવાનું કામ મંજુર કરવામાં આવ્યા બાદ અધુરૂ હોવાથી ચોમાસામાં હિન્દુ સ્મશાન રોડ પર પાણી ફરી વળ્યું હોવાનું માનવામાં આવે છે.
કેશોદ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પટેલ વિદ્યા મંદિર સ્કુલથી હિન્દુ સ્મશાન સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રી પ્લાન્ટેશનની કામગીરી રૂપિયા ૧૦,૯૭,૦૦,૦૦૦/- ના ખર્ચે કરવામાં આવનાર છે
ત્યારે વિકાસલક્ષી કામગીરીમાં અડચણ નાખવામાં સત્તાધારી પક્ષના આગેવાનોની સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નગરપાલિકા દ્વારા નોટીસની મુદત પુરી થયા બાદ ટીલોળી નદીમાં ચાલતી મચ્છી માર્કેટ બંધ કરાવી ખાતમુર્હુત કરી વિકાસલક્ષી કામગીરીનો પ્રારંભ કરી કેશોદવાસીઓને યાદગાર ભેટ આપવામાં આવશે.