Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી મોદી 7 ફેબ્રુ.એ આસામનાં કોકરાઝારની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી ઐતિહાસિક બોડો સમજૂતી પર હસ્તાક્ષર થવાના ઉપલક્ષ્યમાં આયોજિત સમારોહમાં ભાગ લેવા 7 ફેબ્રુઆરી2020નાં રોજ આસામનાં કોકરાઝારની મુલાકાત લેશે

 નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરી, 2020નાં રોજ બોડો સમજૂતી પર હસ્તાક્ષર થવાનાં ઉપલક્ષ્યમાં આયોજિત એક સમારંભમાં ભાગ લેવા આસામનાં કોકરાઝારની મુલાકાત લેશે. આ કાર્યક્રમમાં બોડોલેન્ડ પ્રાદેશિક ક્ષેત્ર (બીટીએડી) જિલ્લાના 4 લાખથી વધારે લોકો સામેલ થવાની આશા છે. આસામ સરકાર, રાજ્યની વિવિધતા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરશે. સ્થાનિક સમુદાય આ કાર્યક્રમમાં વિવિધ પ્રસ્તુતિ રજૂ કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર  મોદી જાન્યુઆરીમાં થયેલી ઐતિહાસિક બોડો સમજૂતી વિશે જનસમુદાયને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં સમજૂતીનાં મુખ્ય હિતધારકોને સામેલ કરવામાં આવશે. આ સમજૂતી પર 27 જાન્યુઆરી, 2020નાં રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર થયા હતા.

શ્રી નરેન્દ્ર મોદીએ કરેલા ટ્વીટમાં આ દિવસને ભારત માટે અતિ મહત્ત્વપૂર્ણ દિવસ ગણાવ્યો હતો. તેમણે ટ્વીટમાં આગળ જણાવ્યું હતું કે, આ સમજૂતી બોડો લોકોનાં જીવનમાં પરિવર્તન લાવશે તથા શાંતિ, સદભાવના અને હળીમળીને રહેવા માટે એક નવી શરૂઆત કરશે. આ સમજૂતી પ્રધાનમંત્રીનાં સૌનો સાથ, સૌનો વિકાસના વિઝન અને પૂર્વોત્તર ક્ષેત્રનાં સંપૂર્ણ વિકાસ માટે કટિબદ્ધતાને અનુરૂપ છે. એનાથી પાંચ દાયકા જૂની બોડો સમસ્યાનું સમાધાન થયું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એમના ટ્વીટમાં કહ્યું હતું કે, “બોડો સમજૂતી અનેક કારણોથી અલગ છે. જે લોકો અગાઉ શસ્ત્ર સાથે ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલા હતા, તેઓ હવે મુખ્ય પ્રવાહમાં પ્રવેશ કરશે અને આપણા દેશની પ્રગતિમાં યોગદાન આપશે.” એનડીએફબીનાં વિવિધ જૂથોનાં 1615 કેડરોએ આત્મસમર્પણ કર્યું છે અને આ લોકો સમજૂતી પર હસ્તાક્ષર થવાના બે દિવસની અંદર મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ ગયા છે.

પ્રધાનમંત્રી ટ્વીટમાં ઉમેર્યું હતું કે, “બોડો સમૂહો સાથેની સમજૂતી બોડો લોકોની વિશિષ્ટ સંસ્કૃતિને સંરક્ષિત કરશે અને લોકપ્રિય બનાવશે. લોકોનાં વિકાસ આધારિત કાર્યક્રમ સુધી પહોંચ પ્રાપ્ત થશે. આપણે એ તમામ ચીજવસ્તુઓ કરવા માટે કટિબદ્ધ છે, જેનાથી બોડો લોકોની પોતાની આકાંક્ષા પૂરી કરવામાં મદદ મળતી હોય.” આ વિસ્તારનાં વિકાસ માટે 1500 કરોડ રૂપિયાના વિશેષ પેકેજને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.

તાજેતરમાં ભારત સરકાર, મિઝોરમ અને ત્રિપુરાની રાજ્ય સરકારો વચ્ચે બ્રૂ-રિયાંગ સમજૂતી થઈ હતી. એનાથી 35,000 બ્રૂ-રિયાંગ શરણાર્થીઓને રાહત મળશે. ત્રિપુરામાં એનએલએફટીનાં 85 કેડરે આત્મસમર્પણ કર્યું છે. આ પૂર્વોત્તર ક્ષેત્રમાં વિકાસ અને શાંતિ પ્રત્યે પ્રધાનમંત્રીની કટિબદ્ધતા વ્યક્ત કરે છે.

પ્રજાસત્તાક દિવસ પર પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ હિંસાનાં માર્ગે ચાલતા તમામ લોકોને આત્મસમર્પણ કરવા અને મુખ્ય પ્રવાહમાં સામેલ થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પ્રજાસત્તાક દિવસનાં પાવન પ્રસંગે હું દેશનાં કોઈ પણ ભાગમાં રહેતાં એ લોકોને મુખ્ય પ્રવાહમાં સામેલ થવાની અપીલ કરું છું, જેઓ હિંસા અને શસ્ત્રનાં માધ્યમથી સમસ્યાનું સમાધાન મેળવવા ઇચ્છે છે. તેમણે પોતાની ક્ષમતાઓ સાથે દેશની ક્ષમતા પર પણ ભરોસો કરવો જોઈએ કે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.