Western Times News

Gujarati News

39 મેગા ફૂડ પાર્ક અને 298 એકીકૃત કોલ્ડ ચેઇન પરિયોજનાને મંજૂરી

નવી દિલ્હી, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય (MoFPI) દ્વારા સમગ્ર દેશમાં 39 મેગા ફૂડ પાર્ક અને 298 એકીકૃત કોલ્ડ ચેઇન પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. દેશમાં મૂલ્ય સાંકળની ઉણપ પૂરી કરવા અને કોલ્ડ ચેઇન ગ્રીડ સ્થાપવા માટે આ મંજૂરી આપવામાં આવી છે.

MoFPI દ્વારા પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) અંતર્ગત સમગ્ર દેશમાં કોલ્ડ ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જેથી બગડી શકે તેવી ઉપજોનું ઉત્પાદનના વિસ્તારોથી વપરાશના વિસ્તારો સુધી કોઇપણ અવરોધ વગર પરિવહન થઇ શકે.  તેની ઘટક યોજનાઓમાં (i) એકીકૃત કોલ્ડ ચેઇન અને મૂલ્ય વર્ધન ઇન્ફ્રાસ્ટ્રક્ચર,  ii) મેગા ફૂડ પાર્ક, (iii) બેકવર્ડ અને ફોરવર્ડ લિંકેજનું નિર્માણ, (iv) ખાદ્ય પ્રસંસ્કરણ અને સાવચણીની ક્ષમતાઓનું નિર્માણ/ વિસ્તરણ, (v) એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર અને (vi) ઓપરેશન ગ્રીન્સ સામેલ છે. આ યોજનાઓનું લક્ષ્ય સમગ્ર દેશમાં કોલ્ડ સ્ટોરેજ/ પ્રાથમિક પ્રસંસ્કરણ/ અને પરિવહન સુવિધાઓ ઉભી કરવા માટે પ્રોત્સાહન આપીને બાગાયતી અને બિન બાગાયતી પાકોમાં ઉપજ લીધા પછી થતા નુકસાને ઓછું કરવાનું છે.

PMKSY હેઠળ મંજૂરી આપવામાં આવેલી કોલ્ડ ચેઇન અને મેગા ફૂડ પાર્ક પરિયોજનાની રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ અનુસાર યાદી નીચે પ્રમાણે છે:

ક્રમ રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશ કોલ્ડ ચેઇન પરિયોજના મેગા ફૂડ પાર્ક પરિયોજના કુલ પરિયોજનાઓ
1 આંદામાન અને નિકોબાર ટાપુઓ 1 1
2 આંધ્રપ્રદેશ 15 3 18
3 અરુણાચલ પ્રદેશ 1 1 2
4 આસામ 2 1 3
5 બિહાર 5 1 6
6 છત્તીસગઢ 3 1 4
7 ગુજરાત 19 2 21
8 હરિયાણા 12 2 14
9 હિમાચલ પ્રદેશ 16 1 17
10 જમ્મુ અને કાશ્મીર 7 1 8
11 કર્ણાટક 14 2 16
12 કેરળ 5 2 7
13 મધ્યપ્રદેશ 8 2 10
14 મહારાષ્ટ્ર 64 3 67
15 મણીપુર 1 1 2
16 મિઝોરમ 2 1 3
17 નાગાલેન્ડ 1 1 2
18 ઓડિશા 5 2 7
19 પંજાબ 20 3 23
20 રાજસ્થાન 11 1 12
21 તામિલનાડુ 18 18
22 તેલંગાણા 11 2 13
23 ત્રિપુરા 1 1
24 ઉત્તરપ્રદેશ 21 2 23
25 ઉત્તરાખંડ 24 2 26
26 પશ્ચિમ બંગાળ 12 1 13
કુલ 298 39 337

ઉપરોક્ત માહિતી ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી રામેશ્વર તેલીએ લોકસભામાં આપેલા એક જવાબમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.