બાઈક ચાલક પૂર પાટ ઝડપે વીજ પોલ સાથે અથડાતા ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત

AI Image
અંકલેશ્વરમાં બે અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મૃત્યુ
અંકલેશ્વર, અંકલેશ્વરમાં બે અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે. અંકલેશ્વરના ત્રણ રસ્તા શાકમાર્કેટથી શાકભાજી લઇ જતા ઝગડિયાના બે લોકોની બાઈક નેશનલ હાઇવે પર કીચડને લીધે ફસાઈ ગઇ હતી અને સ્લીપ થતાં અકસ્માત થયો. હોટલ ઈન પાસે બનેલા બનાવમાં એકનું મોત થયું અને એક ઘાયલ થયો.
જુના હરિપુરા ગામ ખાતે બાઈક ચાલક પૂર પાટ ઝડપે વીજ પોલ સાથે અથડાતા ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું. ઝગડિયાના નાના સાંજા ગામના અર્જુન વસાવા અને ગંભીર વસાવા નોકરી પરથી છૂટીને અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પર શાકભાજી લેવા આવ્યા હતા. ખરીદી કર્યા બાદ તેઓ પરત નેશનલ હાઇવે નં. ૪૮ પર નાના સાંજા ગામ તરફ જઈ રહ્યા હતા.
તે દરમિયાન હોટલ ઈન પાસે કીચડને કારણે બાઈક સ્લીપ થઈ ગઇ અને બંને રોડ પર પટકાયા. અર્જુન ભાઈને પગમાં ઈજા પહોંચી હતી જ્યારે ગંભીર ભાઈને માથામાં ગંભીર ઈજા થઈ, જેને ૧૦૮ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાે. ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ અને વધુ તપાસ શરુ કરી હતી.
બીજો બનાવ જુના સક્કરપોર ગામના ચીમન વસાવા સાથે થયો હતો. ગત રોજ પોતાની હીરો હોન્ડા સ્પેન્ડર બાઈક લઇ જતાં જુના હરિપુરા ગામ રોડ પર આવેલ ખત્રી દાદાની ડેરી નજીક વીજ પોલ સાથે અથડાયા.
માથામાં ગંભીર ઇજાના કારણે તેઓ સ્થળ પર જ મોત થયા. ઘટનાની જાણ મૃતકના પિતાએ રૂરલ પોલીસ મથકને આપી, પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી.SS1MS