Western Times News

Gujarati News

GST સ્લેબમાં ફેરફાર અંગેના નિર્ણયને મોદીએ ગણાવ્યો ઐતિહાસિક

નવી દિલ્હી, બુધવારે જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેનાથી સામાન્ય લોકો તેમજ ઉદ્યોગપતિઓને સીધી રાહત મળશે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે ફક્ત બે જીએસટી સ્લેબ રહેશે, ૫% અને ૧૮%. એટલે કે, ૧૨% અને ૨૮% સ્લેબ નાબૂદ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક ગણાવ્યું અને કહ્યું કે આગામી પેઢીના જીએસટીસુધારા સામાન્ય માણસનું જીવન સરળ બનાવશે અને અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે. પીએમ મોદીએ એક એક્સ પોસ્ટમાં કહ્યું, “મારા સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન, મેં જીએસટીમાં આગામી પેઢીના સુધારા લાવવાના અમારા ઇરાદા વિશે વાત કરી હતી.

કેન્દ્ર સરકારે વ્યાપક જીએસટીદરો અને પ્રક્રિયાગત સુધારાઓને તર્કસંગત બનાવવા માટે એક વિગતવાર પ્રસ્તાવ તૈયાર કર્યાે હતો, જેનો હેતુ સામાન્ય માણસનું જીવન સરળ બનાવવા અને અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.”

તેમણે વધુમાં કહ્યું, “મને જણાવતા આનંદ થાય છે કે કેન્દ્ર અને રાજ્યોનો સમાવેશ કરતી જીએસટી કાઉન્સિલ જીએસટીના દર ઘટાડા અને સુધારાઓ પર કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો પર સામૂહિક રીતે સંમત થઈ છે, જેનાથી સામાન્ય માણસ, ખેડૂતો, એમએસએમઈ મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને ફાયદો થશે. વ્યાપક સુધારાઓ આપણા નાગરિકોના જીવનમાં સુધારો કરશે અને બધા માટે, ખાસ કરીને નાના વેપારીઓ અને વ્યવસાયો માટે વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરશે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.