Western Times News

Gujarati News

રશિયાના પુતિને ટ્રમ્પને ચેતવ્યા: ભારત અને ચીનને ધમકાવવાનું બંધ કરો

બેઇજિંગ, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારત અને ચીન પર ટેરિફ અંગે સુપર પાવર અમેરિકાની ટીકા કરી હતી. એસસીઓ સમિટ બાદ ચીનની વિક્ટ્રી પરેડમાં સામેલ પુતિને ટ્રમ્પને ચેતવ્યા કે, ટ્રમ્પ આ રીતે ભારત કે ચીન સાથે વાત ના કરી શકે. તેમણે ભારત અને ચીનને ધમકાવવાનું બંધ કરવું જોઈએ. બંને દેશોને ટેરિફથી ડરાવી શકાય નહીં.

જો તેઓ હાર માને તો તેમનું રાજકારણ સમાપ્ત થઈ જશે. અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. આનાથી ભારતના એક્સપોર્ટ પર અસર પડી છે અને અમેરિકા સાથેના સંબંધો પણ બગડ્યા છે.

રશિયાના ભાગીદાર દેશો ભારત અને ચીન પર આર્થિક દબાણ વિશે પૂછવામાં આવતા રશિયન રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, તમારી પાસે ભારત અને ચીન જેવા દેશો છે, જેમની વસ્તી લગભગ ૧.૫ અબજ છે.

ભારત અને ચીનની આર્થિક વ્યવસ્થા શક્તિશાળી છે પરંતુ તેમની પોતાની સ્થાનિક રાજકીય વ્યવસ્થા અને કાયદા પણ છે. તેથી જ્યારે કોઈ તમને કહે કે તેઓ તમને સજા આપશે, ત્યારે તમારે વિચારવું પડશે કે તે મોટા દેશોનું નેતૃત્વ જેમના ઇતિહાસમાં પણ મુશ્કેલ સમય રહ્યો છે, જેઓ સંસ્થાનવાદ સાથે સંકળાયેલા છે અને લાંબા સમયથી તેમની સંપ્›ભતા પર હુમલા થઈ રહ્યા છે, આવું કેવી રીતે થઈ શકે છે? પુતિને કહ્યું કે, ભારત અને ચીનનો ઇતિહાસ હુમલાઓથી ભરેલો છે. જો આ દેશોનો કોઈ નેતા નબળાઈ બતાવે છે તો તેની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.