સાબરકાંઠા જિલ્લામાં ઈદ-એ-મિલાદની ઉત્સાહભેર ઉજવણી

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ભવ્ય જુલુસ નીકળ્યા
(પ્રતિનિધિ) હિંમતનગર , હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં હજરત મહંમદ પેગમ્બર સાહેબની શાન માં મનાવવામાં આવતા ઈદ-એ-મિલાદ-ઉન- નબીની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર દિવસોમાં મુસ્લિમ બિરાદરોદ્વારા મસ્જિદો, મોહલ્લા અને ઘરોને રંગબેરંગી રોશની થી સજાવવામાં આવ્યા હતા
તેની સાથે મસ્જિદો કુરાન શરીફની તિલાવતો અને તકરીરોથી ગુંજી હતી શુક્રવારે “ઈદ-એ-મિલાદની હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા મથકો ઉપર ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યા હતા હિંમતનગરના હુસેની ચોક, અશરફનગર કસ્બા,માલીવાડા અને ઝહીરબાદ વિસ્તારમાંથી પણ ભવ્ય જુલુસ નીકળ્યા હતા.
ઈડર પ્રાંતિજ તલોદ ખેડબ્રહ્મામાં પણ ઈદે-એ-મિલાદની ઉજવણી કરવામાં આવી હતી હિંમતનગર સહીત સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા મથકો ઉપર જુદા જુદા વિસ્તારમાં ન્યાજ ના પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા આમ ઈદે-એ-મિલાદના આ પવિત્ર પ્રસંગને મુસ્લિમ બિરાદરો એ આનંદ અને ઉત્સાહ સાથે મનાવ્યો હતો.