ભરૂચમાં સિલ્વર બ્રિજની બાજુમાં રૂ.૫૦૦ કરોડના ખર્ચે નવો રેલ્વે બ્રિજ બનશે

ભરૂચ રેલ્વે સ્ટેશન પરથી ૨૦૦ કિમીની ઝડપે ટ્રેન દોડાવવા સ્ટેશન અને યાર્ડ મોડલિંગ કરાશે
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના સાંસદ દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભરૂચ સહિતના ભરૂચ જિલ્લામાં આવતા અંકલેશ્વર,પાલેજ, કરજણ વિગેરે રેલ્વે સ્ટેશનોના ચાલુ વિકાસ કામો,વંદેભારત, સૂર્ય નગરી વિગેરે ટ્રેનોને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા, નવા વિકાસ કામો વિગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવા યોજાયેલ બેઠકમાં વડોદરા રેલ્વે ડિવિઝનના ડીઆરએમ રાજુ ભઽકે, સિનિયર ડીસીએમ નરેન્દ્ર કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં ભરૂચ રેલ્વે સ્ટેશન પર ચાલતા એસ્કલેટર,પેસેન્જર લિફ્ટના કામોની પ્રગતિ વિષે ચર્ચા કરી તેમને ઝડપી પુર્ણ કરવા માટે સાંસદ મનસુખ વસાવા દ્વારા રેલ્વે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.આ ઉપરાંત ડભોઈ- કરજણ રેલ્વે લાઈન જેનું નેરોગેજ માંથી બ્રોડગેજ રૂપાંતર પૂર્ણ થયુ છે.તેના પર પેસેન્જર ટ્રેન સેવા શરુ કરવા માટે પણ સાંસદ દ્વારા જરૂરી સૂચન કરાયું હતું.
ભરૂચ રેલ્વે લાઈન નીચેના કસક ગરનાળાને પહોળા કરવા બાબત તેમજ નર્મદા નદી પર હાલના ૯૦ વર્ષ જુના સિલ્વર રેલ્વે બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાના પ્રોજેક્ટ બાબતે પણ ઊંડાણપૂર્વક વિસ્તૃત ચર્ચા થઈ હતી.જેમાં ભરૂચ સ્ટેશન અધિક્ષક એસ.વી.પિલઈ, ઝ્રસ્ૈં શુકલાજી,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
નર્મદા નદી પર ૯૦ વર્ષ પહેલાં અંગ્રેજોએ સિલ્વર રેલ્વે બ્રિજ બનાવ્યો હતો.જે ક્રોસમાં છે તેની આયુ હવે પૂર્ણ થવા પર છે.નવો રેલ્વે બ્રિજ ?૫૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે સીધો બનાવાશે. સાથે જ વળાંકમાં રહેલા ભરૂચ રેલ્વે પ્લેટફોર્મ અને યાર્ડને પણ સીધું કરાશે.જેથી કરી ભરૂચ માંથી ટ્રેનને ૨૦૦ કિમીની ઝડપે પસાર કરી શકાય.