ભરૂચના નબીપુર ખાતે આધેડની હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા.
૩૦ જાન્યુઆરી એ હત્યા કરાઈ હોવાનું સીસીટીવી માં ફૂટેજ માં તારીખ અને સમય કેદ થયા- પોલીસે માત્ર ગુમ થયા ની ફરિયાદ નોંધ્યા બાદ મીડિયા ના અહેવાલ પછી હત્યા દાખલ કરી-
આધેડની હત્યા બાદ ઈન્ડીકા કારની ડીકીમાં મૃતદેહ મુકવા સુધીની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ
ભરૂચ: નબીપુર માં આધેડ ને ઘરે બોલાવી વાયર વડે ગળે ટૂંપો આપી તેની હત્યા કરી નાંખવા સુધી ની ઘટના સીસીટીવી ફૂટેજ માં કેદ થવા છતાં પોલીસે માત્ર આધેડ ગુમ થયો હોવાની ફરિયાદ લીધા બાદ સમગ્ર ઘટના મીડિયા એ ખુલ્લી પાડતા મોડે મોડે પણ પોલીસે બે મહિલા સહીત છ સામે હત્યા નો ગુનો દાખલ કરી ધરપકડ કરી અને હત્યારાઓ ને મીડિયા સમક્ષ ન બતાવતા પોલીસ ની શંકાસ્પદ કામગીરી સામે નબીપુર વાસીઓ માં આક્રોશ ફાટી નીકળ્યો છે.
બનાવની મળતી માહિતી અનુસાર નબીપુર ગામે રહેતા મહંમદ ઉમરજી ચેતન (ઉ.વ.૮૦) ના હોય નબીપુર ગામના જ ભાડાના મકાનમાં વસવાટ કરતી સુફિયાનાબેન અઝીઝ અબ્દુલ પટેલ તથા સુમૈયા દાઉદ બાબુભાઈ પટેલ ના હોય રૂપિયા દોઢ લાખ ઉછીના પેટે આપેલ હોય અને નાણાં પરત ન કરવા પડે તે હેતુસર ગત ગુરૃવારના રોજ સુમૈયા તથા સુફિયા એ ભેગા મળી નબીપુર ગામના જીનમાં રહેતા મહેબુબ ઈબ્રાહીમ દિવાન સાથે મળી પૂર્વ આયોજિત ષડ્યંત્ર ના ભાગરૂપે સુફીયાએ નાણા પરત આપવાની લાલચ આપી આધેડ મોહમ્મદ ઉમરજી ચેતનને સુમૈયા ના ઘરે બોલાવી આધેડ મહંમદ ભાઈને વાતોમાં પટાવી-ફોસલાવી સુફિયાએ તેમનો લેંઘો ખેંચી નાખી મહેબૂબ ઈબ્રાહિમ દિવાન ઉર્ફે રીક્ષાવાળાએ મહમ્મદ ચેતનનુ ગળું દબાવી દઈ વાયર વળી ગળે ટૂંપો દઈ કરપીણ હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે હત્યાના માસ્ટરમાઈન્ડ સુફિયા તથા સુમૈયાએ હત્યા બાદ રસીદ ઉમરજી પટેલ અઝીઝ અબ્દુલ પટેલ હુસેન અબ્દુલા ઉમરજી શેરી નાઓ સાથે મળી મૃતક મહંમદ ચેતના મૃતદેહને ઈન્ડીકા કારમાં લઈ જઈ વરણામાં ઇંટોલા નજીક વિશ્વામિત્રી નદીની ખાડીમાં ફેંકી ત્યાર બાદ મૃતકના કપડા અને ચંપલ સહિત ચીજવસ્તુઓ કાલે નજીક હાઈવે ઉપર ત્યજી તમામે એકબીજાની મદદ ગાડીમાં ગુનો આચર્યા અંગે ની નબીપુર પોલીસે મૃતકના પુત્ર મકબુલ મહંમદ ચેતનની ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સમગ્ર હત્યા પ્રકરણ માં ફરિયાદી પુત્રએ પોલીસ ને પોતાના આધેડ પિતા ગુમ થયાના દિવસ થી જ રૂપિયા લેવા મહિલા આરોપીના ઘરે ગયા હોવાનું જણાવ્યું હોવા છતાં પોલીસે માત્ર આધેડ મહંમદ ઉમરજી ચેતન ગુમ થયા હોવાની ફરિયાદ લઈ પોલીસે કોઈ જ કાર્યવાહી કરી ન હતી.પરંતુ સમગ્ર ઘટના મીડિયા એ ખુલ્લી પડતા પોલીસે મીડિયા ના અહેવાલ ના ગણતરી ના કલાકો માં જ આરોપીઓ સામે હત્યા નો ગુનો દાખલ કર્યો હતો.ત્યારે જે ઘર માં હત્યા ની ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ માં તારીખ ૩૦-૦૧-૨૦૨૦ ને બપોર ના ૩:૩૯ નો સમય પણ કેદ થયો છે.
જો કે સમગ્ર ઘટના માં પોલીસે મૃતદેહ શોધાવવા માટે જે ખાડી માં મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો.તે ખાડી માં એનડીઆરએફ ની અને ફાયર ની ટીમ ને શોધખોળ માટે ઉતારવામાં આવી હતી.પરંતુ મૃતદેહ મળ્યો ન હતો.પોલીસે મૃતદેહ ન મળતા ફરિયાદ પણ દાખલ કરી ન હતી.પરંતુ સમગ્ર પુરાવા ના આધારે જે તે સમયે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધાવાની હોય છે.પરંતુ પોલીસ સમગ્ર ઘટના માં શંકાસ્પદ ભૂમિકા ભજવી હોવાના આક્ષેપો નબીપુર ના ગ્રામજનો કરી રહ્યા છે.
શું મૃતદેહ ન મળેતો પુરાવાના આધારે હત્યાનો ગુનો દાખલ ન થાય?:
નબીપુર ગામે આધેડ ની હત્યા પ્રકરણ માં પોલીસે મૃતદેહ મળી આવ્યા બાદ જ આરોપીઓ સામે ગુનો દાખલ કરવાનું જાણે નક્કી કર્યું હોય તેમ પાંચ દિવસ થી હત્યા પ્રકરણ ના સીસીટીવી ફૂટેજ હોવા છતાં પોલીસે આરોપીઓ સાથે કબડ્ડી રમી રહી હતી.પરતું સમગ્ર ઘટના મીડિયા સમક્ષ આવતા મીડિયા એ અહેવાલ પ્રકાશિત કરતા ની સાથે જે પોલીસે ગણતરી ના કલાકો માં જ આરોપીઓની સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી.જો કે શું મૃતદેહ ન મળેતો પુરાવાના આધારે અને આરોપીઓ ની કબુલાત ના પગલે હત્યા નો ગુનો દાખલ ન થાય?જો કે પોલીસ પ્રથમ દિવસ થી જ હત્યા નો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હોત તો પોલીસ ની કામગીરી પર શંકા કે કુશંકા ઉભી થઈ ન હોત તેવી પણ ચર્ચા નબીપુર ના ગ્રામજનો માં ચાલી રહી છે.
આધેડ ની હત્યા કરનારના આરોપીઓ… (૧) સુફિયાબેન અજિત ઉર્ફે અઝીઝ અબ્દુલ વોરા પટેલ (ધરપકડ)
(૨) સુમૈયાબેન દાઉદભાઈ બાબુભાઈ પટેલ (ધરપકડ), (૩) રસીદભાઈ ઉમરજીભાઈ વલીભાઈ પટેલ (ધરપકડ)
(૪) અજિત ઉર્ફે અઝીઝ અબ્દુલ વોરા પટેલ (ધરપકડ), (૫) મહેબુબ ઈબ્રાહીમ દિવાન (રીક્ષાવાળો) (ફરાર)
(૬) હુસેન અબ્દુલ્લા ઉમરજી શેરી (ફરાર)