ઈદે મિલાદ પર્વ જૂલુસમાં ઠેર ઠેર મીઠાઈઓ, બીસ્કીટ ચોકલેટોનું વિનામુલ્યે વિતરણ

નડિયાદમાં ઈદે મિલાદ પર્વને ધામધુમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો ઈદે મિલાદ એટલે મોહમંદ પગયમ્બર સાહેબનો જન્મ દિવસ આ દિવસે નડીઆદના શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ દ્વારા મોહદીસે આઝમ મિશન ધ્વારા નાના બાળકોનું ઝુલુસ કાઢવામાં આવ્યુ હતું
જેમાં હજારથી પંદરસો બાળકો ઝુલુસમાં ભાગ લીધો હતો આ જુલુસ નડીઆદની મોહદીસે આઝમથી નીકળીને રફીક સોસાયટી, ગુલીસ્તા, કિસ્મત, કૈયુમ પાર્ક, પરિવાર સોસાયટી, જ્યારે બીજી તરફ ફૈજાન પાર્ક માં પણ જુલુસ કાઢવામાં આવ્યું હતું અને ઠેર ઠેર મીઠાઈઓ, બીસ્કીટ ચોકલેટોનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તસવીર મા શૈખલ ઈસ્લામ ટ્રસ્ટ ના વડા સૈયદ સલાહુદીન બાપુ, યુનુસભાઈ મન્સૂરી,આસીફખાન પઠાણ તથા સૈયદ અનવરબાપુ, સૈયદ સદામબાપુ તથા મોટી સંખ્યામાં લોકો જુલુસમાં જોડાયા હતા