ટ્રેનમાં રહી ગયેલી લેપટોપવાળી બેગ મુસાફરને ટિકિટ ચેકિંગ સ્ટાફે પરત કરી

અમદાવાદ મંડળના ટિકિટ ચેકિંગ સ્ટાફનું સરાહનીય કાર્ય:
અમદાવાદ, પશ્ચિમ રેલ્વે પર અમદાવાદ મંડળના સમર્પિત કર્મચારીઓ તેમના ગ્રાહકોને સુખદ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે હંમેશા આગળ રહે છે। આ જ ક્રમમાં અમદાવાદ મંડળમાં કાર્યરત શ્રી શકીલ અહમદ, ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષકે ઈમાનદારીનું ઉદાહરણ આપીને એક મુસાફર દ્વારા ટ્રેનમાં ભૂલથી મૂકાયેલ કિંમતી બેગ, જેમાં એક લેપટોપ તથા અન્ય કિંમતી વસ્તુઓ હતી, જેની અંદાજિત કિંમત લગભગ ₹2 લાખ હતી, તે શોધીને સલામત રીતે મુસાફરને પરત આપી.
ગાડી સંખ્યા 09208 માં, કોચ નંબર A/1, બર્થ નંબર 30 પર મુસાફરી કરતા મુસાફર શ્રી સંદીપ પંડ્યા, જે અમદાવાદથી બોરીવલી જઈ રહ્યા હતા, પોતાની કાળી બેગ ટ્રેનમાં ભૂલી ગયા હતા. આ બેગ ફરજ પર કાર્યરત ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક (Dy CTI) શ્રી શકીલ અહમદને તપાસ દરમિયાન મળી હતી. તેમણે તાત્કાલિક કાર્યવાહી કરીને બેગ સુરક્ષિત રીતે મુસાફરને પરત આપી .
આ સરાહનીય કાર્ય બદલ મુસાફરે જણાવ્યું કે, “હું શ્રી શકીલ અહમદ, Dy CTIનો દિલથી આભાર માનવા ઈચ્છું છું. તેમણે મારી હાલની ટ્રેન મુસાફરી દરમિયાન મારું લેપટોપ બેગ પરત આપવામાં જે મદદ કરી, તે ખરેખર સરાહનીય છે. તેમના ઝડપી પ્રયત્નો માત્ર મારો કિંમતી સમય જ બચાવ્યો નથી, પરંતુ મને એક મોટી અસુવિધા અને ખર્ચથી પણ બચાવ્યો છે
“હું તેમના મુસાફરો પ્રત્યેની જવાબદારીની ભાવના અને સમર્પણની સાચી પ્રશંસા કરું છું. તેમની સહાયતાથી ખરેખર મને ખૂબ મોટી મદદ કરી છે અને હું તેમના આ સહયોગ માટે હૃદયપૂર્વક આભારી છું।”