Western Times News

Gujarati News

અમદાવાદના વાસણા બેરેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ દ્વારા તેમના દિવંગત સ્વજનોના સ્મરણાર્થે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું

Ahmedabad, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાસણા બેરેજ કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ દ્વારા તેમના દિવંગત સ્વજનોના સ્મરણાર્થે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 370 જેટલા વિવિધ જાતના વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિંચાઈ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહે વાસણા બેરેજ કમ્પાઉન્ડમાં કોરોના કાળથી અત્યાર સુધીમાં આશરે 72,000 જેટલા વૃક્ષો વાવી તેનો ઉછેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે ધારાસભ્યશ્રીના માતા પિતા, દિવંગત સ્વજનો અને તેમની પત્નીના સ્મરણાર્થે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, પ્રદેશ ભાજપ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (કાકા), સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધી પાની તથા કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.