અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદ : શહેરના કાલુપુર સ્વામીનારાયણ મંદિર નજીક રાજા પરષોત્તમની ખડકી પાસે આવેલું એક જૂનું મકાન સોમવારે અચાનક ધરાશાયી થયું હતું. મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.
સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મકાન ધરાશાયી થતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો હતો.
નગરજનોનું કહેવું છે કે આ વિસ્તારમાં અનેક જૂનાં મકાનો હોવાને કારણે આવી દુર્ઘટનાઓનો ભય રહે છે. મહાનગરપાલિકા દ્વારા જોખમી મકાનોની યાદી બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી મળી છે.