25 વર્ષથી મહિન્દ્રા ટ્રેક્ટરની અર્જૂન સિરિઝ પાવર અને ઉત્પાદકતામાં કૃષિમાં પરિવર્તન લાવ્યું

મહિન્દ્રા ટ્રેક્ટરની અર્જૂન સિરિઝે ભારતીય ખેડૂતોના સશક્તિકરણના 25 વર્ષની ઉજવણી કરી
મુંબઇ, 08 સપ્ટેમ્બર, 2025: મહિન્દ્રાના ફાર્મ ઇક્વિપમેન્ટ બિઝનેસનો હિસ્સો અને વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા ટ્રેક્ટર નિર્માતા મહિન્દ્રા ટ્રેક્ટર્સે તેની પ્રતિષ્ઠિત ટ્રેક્ટર સિરિઝ ‘મહિન્દ્રા અર્જૂન સિરિઝ’ના 25 વર્ષની ઉજવણી કરી છે.
ભારતની સૌથી વિશ્વસનીય ટ્રેક્ટર બ્રાન્ડ્સ પૈકીના એક ‘મહિન્દ્રા અર્જૂન સિરિઝ’ મજબૂત, વર્સેટાઇલ ઉચ્ચ હોર્સપાવર સિરિઝ છે, જે કૃષિ અને બિન-કૃષિ ઉપયોગમાં ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય સાથે મહત્તમ ઓપરેટર આરામ પ્રદાન કરે છે.
આ સીમાચિહ્નની ઉજવણી કરતાં મહિન્દ્રા ટ્રેક્ટર્સ અર્જૂન સિરિઝ ઉપર સ્ટાન્ડર્ડ 6 વર્ષની વોરંટી ઓફર કરે છે. વર્ષ 2000માં ત્રણ શરૂઆતી હોર્સપાવર વેરિઅન્ટ સાથે રજૂ કરાયેલા મહિન્દ્રા ટ્રેક્ટરની અર્જૂન સિરિઝને કૃષિ અને માલસામાન પરિવહન કામગીરીની વિશિષ્ટ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે સતત અપગ્રેડ કરવામાં આવી છે. તે TREM III અને TREM IV સહિત બદલાતા ઉત્સર્જન ધોરણોનું પણ પાલન કરે છે.
આજે આ સિરિઝ 2WD અને 4WD બંન્ને કન્ફિગરેશનમાં ઓફર કરવામાં આવે છે, જેમાં 60 HP સુધીના પાવર રેટિંગ છે. મહિન્દ્રાની અદ્યતન mDI અને CRDe 4-સિલિન્ડર એન્જિન ટેકનોલોજી દ્વારા સંચાલિત મહિન્દ્રા ટ્રેક્ટરની અર્જૂન સિરિઝ બેસ્ટ-ઇન-ક્લાસ પાવર અને ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે, જે ખેડૂતો અને ભાગીદારો માટે હેવી-ડ્યુટી માલસામાન પરિવહન કામગીરી માટે પ્રથમ પસંદગી છે.
સરળ ગિયર શિફ્ટિંગ, હાઇ મેક્સ ટોર્ક અને ઉત્તમ બેકઅપ ટોર્ક માટે ડ્યુઅલ ક્લચ ટેકનોલોજી સાથે મેશ ટ્રાન્સમિશન સુનિશ્ચિત કરે છે કે મહિન્દ્રા અર્જૂન સિરિઝ લોડમાં અચાનક વધારાને અથવા ઓછી ગતિએ કામ કરતી વખતે સરળતાથી સંભાળી શકે છે.
તેની શ્રેણીમાં શ્રેષ્ઠ પીટીઓ પાવર અને અદ્યતન હાઇડ્રોલિક્સ સિસ્ટમ્સ દરેક પ્રકારના સાધનો માટે બેજોડ કામગીરી સુનિશ્ચિત કરે છે, જે ખેડૂતોને જમીનની તૈયારી, ધાનના વાવેતર, ઊંડા ખેડાણ, શેરડીના પરિવહન અને લણણી જેવા મહત્વપૂર્ણ કાર્યો માટે ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે.
આ નોંધપાત્ર સીમાચિહ્ન વિશે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ બિઝનેસના પ્રેસિડેન્ટ વિજય નાકરાએ કહ્યું હતું કે, “અમને મહિન્દ્રા ટ્રેક્ટરની અર્જૂન સિરિઝ પર ખૂબ ગર્વ છે. તે એક એવું નામ જેણે સમગ્ર ભારતમાં 2.5 લાખથી વધુ ખેડૂતોનો વિશ્વાસ મેળવ્યો છે. મહિન્દ્રાની મજબૂતાઇથી સજ્જ મહિન્દ્રા અર્જૂન સિરિઝ 25 વર્ષથી કૃષિ અને પરિવહન બંન્નેમાં વિશ્વસનીય ભાગીદાર રહી છે. પંજાબના ઘઉંના ખેતરો હોય કે પછી મહારાષ્ટ્રના કપાસના પટ્ટાઓ હોય કે તમિલનાડુના ચોખાના ખેતરો હોય, મહિન્દ્રા અર્જૂન સિરિઝ ભારતના વિવિધ ખેતીલાયક જમીનોમાં સમૃદ્ધિને શક્તિ આપતી રહે છે.”
મહિન્દ્રા ટ્રેક્ટરની અર્જૂન સિરિઝમાં પાંચ મોડેલનો સમાવેશ થાય છે, જેમાં દરેક મોડેલ મિકેનાઇઝએશનમાં રોકાણ કરતા પ્રથમ પેઢીના ખેડૂતો, મોટા જમીનમાલિકો અથવા માલવાહક સંચાલકો માટે અનન્ય ખેતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિકસિત કરાયાં છે.
મહિન્દ્રા ટ્રેક્ટરની અર્જૂન સિરિઝનું વેચાણ દેશભરમાં મહિન્દ્રાના વ્યાપક ટ્રેક્ટર ડીલર નેટવર્ક દ્વારા કરવામાં આવે છે તેમજ કૃષિ ઓજારોની વ્યાપક શ્રેણી પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ટ્રેક્ટર શ્રેણીમાં મહિન્દ્રા ફાઇનાન્સ તરફથી અનુકૂળ અને આકર્ષક ફાઇનાન્સ યોજનાઓ પણ ઉપલબ્ધ છે.